SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ નેધ ૬૭૩ ૨૮ પાંચ દ્રિના વિષય સંબંધી – જે જીવને મિહનીય કર્મરૂપી કષાયને ત્યાગ કરવો હોય, તે તેને એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવો વિશ્વાસ ઉપર રહી તેને કમે ત્યાગ કરવાને અભ્યાસ નથી કરતે, તે એકદમ ત્યાગ કરવાને પ્રસંગ આવ્યે મેહનીયકર્મના બળ આગળ ટકી શકતો નથી, કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મેહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તે એકી વખતે તેના ઉપર મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મેહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મેહવશ આત્મા પિતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીને પ્રસંગ આવ્યે આત્માને પિતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇદ્રિના વિષય મેળા કરવા. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઈદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે બીજી ઇદ્રિના વિષયે. ઇદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે? પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિને વિચાર કરી શકતા નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે. જે છેડે સમય પણ આત્મા પ્રવૃત્તિ છેડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિને વિચાર કરે, તે તેનું બળ પ્રવૃત્તિમાં પણ પિતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુને પિતાના વધતા ઓછા બળવાનપણના પ્રમાણમાં પિતાનું કાર્ય કરવાને સ્વભાવ છે. માદક ચીજ બીજા ખેરાક સાથે પિતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પિતાને સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, ગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગને વિચાર નિરંતર કરે જઈએ. ૨૯ વ્રત સંબંધી – - દરેક જીવે વ્રત લેવું હોય તે સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં. વ્રતમાં રહી શકો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુને ઉપયોગ કરવે પડે તે તેમ કરવામાં અધિકારી પિતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તે તેમાં મેળા પડી જવાય છે, અને વ્રતને ભંગ થાય છે. ૩૦ મેહ-કષાય સંબંધી :-- દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખે છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે. પહેલે કષાય જવાથી અનુક્રમે બીજા કષાયે જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ કમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચે મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે; અને તેથી પૈસા મેળવે છે; અને તેમ કરવામાં વિદ્ધ કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લેભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતે; માટે માનરૂપી કષાય એછે કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy