________________
૬૦
શ્રીમદ્ રાજચંદ્ર
(૩) સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧
જોકે ઘણા જ ધીમા સુધારા થતા હાય એમ જણાય છે, તે પણ હાલ પ્રકૃતિ ઠીક છે. કંઈ રોગ હાય એમ જણાતું નથી. બધા ડોક્ટરાના પણ એ જ અભિપ્રાય છે. નિર્મૂળતા ઘણી છે. તે ઘટે તેવા ઉપાય કે કારણેાની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કંઈ પણુ અનુકૂળતા જણાય છે.
૯૫૫ રાજકોટ, ચૈત્ર સુદ ૧૧૫, સેામ, ૧૯૫૭
આવતી કાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે. એટલે હાલ તે સહેજે આપનું આગમન ન થાય તાપણુ અનુકૂળતા છે. મનસુખ પ્રસંગેાપાત્ત ગભરાઈ જાય છે અને ખીજાને ગભરાવી દે છે. તેવી કયારેક પ્રકૃતિ પણ હેાય છે. અગત્ય જેવું હશે તે હું આપને ખેલાવીશ. હાલ આપે આવવાનું મુલતવવું. નીચે મને કામ કર્યું જવું. એ જ વિનંતી. शांतिः
૪૪૨ - ૧
મુંબઇ, ચૈત્ર વદ ૭, ૧૯૪૯ ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખેા છે એમ છે; તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે ખાધ કરવાવાળા એવા જે દોષ તે પ્રત્યે અજ્ઞાન, ક્રોધ, માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી અથવા તેની અમુક વળગણામાં રુચિ વહે છે ને તે પરમાર્થને ખાધ કરવાનાં કારણ જાણી અવશ્ય સર્પના વિષની પેઠે ત્યાગવા યાગ્ય છે. કાઇના દોષ જોવા ઘટતા નથી, સર્વ પ્રકારે જીવના દોષના જ વિચાર કરવા ઘટે છે; એવી ભાવના અત્યંતપણે દૃઢ કરવા યેાગ્ય છે. જગતદૃષ્ટિએ કલ્યાણુ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવાોગ છે, એ વિચાર રાખવે.
*
Jain Education International
* આ પત્ર પહેલાંની આવૃત્તિમાં નથી; છતાં ‘તત્ત્વજ્ઞાન’ની આવૃત્તિઓમાં છપાયેલ છે, તેથી તેની મિતિને અનુસરીને તેને પત્ર ૪૪ર પછી મૂકવા યોગ્ય છે. છતાં ત્યાં મૂકવાના રહી ગયા હોવાથી અહીં આંક ૪૪૨-૧ તરીકે મૂકયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org