________________
૬૫૪
શ્રીમદ્ રાજચંદ્ર પદ્મનંદી, ગમ્મસાર, આત્માનુશાસન, સમયસારમૂળ એ આદિ પરમ શાંત શ્રતનું અધ્યયન થતું હશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ.
૩ શાંતિઃ ૯૪૧ મોરબી, શ્રાવણ વદ ૪, મંગળ, ૧લ્પ૬
સંસ્કૃત અભ્યાસના યુગ વિષે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે.
જે નિયમમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપા મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તે ભયંકર તીવ્ર બંધને હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષોની આજ્ઞાને કાંઈ વિચાર રાખે નહીં; એવે પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય? મુમુક્ષુ ઉમેદ આદિને ય૦
મોરબી, શ્રાવણ વદ ૫, બુધ, ૧૯૫૬ કદાપિ જે નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયને અંતરાય પ્રાપ્ત થયે તે હે આર્ય ! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ, તે તમે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ સુદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજે કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સન્શાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણ કર્તા થાય.
શરીરપ્રકૃતિમાં સબળ અશાતાના ઉદયથી જે નિવૃત્તિમુખ્ય સ્થળને અંતરાય જણાશે તે અત્રેથી વેગશાસ્ત્રનું પુસ્તક તમારા અધ્યયન મનનાદિ અર્થે ઘણું કરી મોકલવાનું થશે; જેના ચાર પ્રકાશ બીજા મુમુક્ષુભાઈઓને પણ શ્રવણ કરાવતાં પરમ લાભને સંભવ છે.
હે આર્ય! અપાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; તથાપિ આરાધક જીને તદ્વત્ સુદૃઢ ઉપગ વર્તે છે. આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે.
# શાંતિઃ ૯૪૩ મોરબી, શ્રાવણ વદ ૭, શુક, ૧૫૬
જિનાય નમ: પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; તથારૂપ યુગમાં અસમર્થતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગેપવ્યા સિવાય બને તેટલે નિવૃત્તિ સેવવા ગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરે એમ આજ્ઞા છે.
અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા
કાવિઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મસુદ્રઢતા સંપ્રાપ્ત થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સ્થિતિ કરવી યેગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org