________________
૬૫૦
શ્રીમદ્ રાજચંદ્ર મનન અને નિદિધ્યાસન કરતાં આ વાકયથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખ ગ્ય છે.
શાંતિઃ ૯૨૭ વવાણિયા, વૈશાખ વદ ૦)), ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું.
યથાર્થ જોઈએ તે શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂફમ સમ્યક્રુષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનદ્રષ્ટિ છે ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદ્રષ્ટિવાન જ શાંત ભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.
શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી” એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે.
૯૨૮ વવાણિયા, જયેષ્ઠ સુદ ૧૧, ૧૫૬ આર્ય ત્રિભુવને અલ્પ સમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું.
જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઈન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્ચિશદાદિકનાં સ્થાન છે. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકનાં સ્થાન છે. તિર્યંચમાં પણ કક્ષાએક ઇષ્ટ ભેગભૂમ્યાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વને અશાશ્વત અનિત્ય એ આ વાસ છે.
શાંતિઃ ૯૨૯ વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧૩, સેમ, ૧૯૫૬
પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો! પત્ર સંપ્રાપ્ત થયું.. ચાતુર્માસ સંબંધી મુનિઓને કયાંથી વિકલ્પ હોય? નિર્ચા ક્ષેત્રને કયે છેડે બાંધે? તે છેડાને સંબંધ નથી. નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યફ પ્રતીતિ કરાવે છે.
તથા૩૫ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક્ પ્રકારે અવધારણ થવાથી યાવત મેક્ષ થાય એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જઈએ. પરમ કૃપાળુ મુનિવરેને ફરી નમસ્કાર કરીએ છીએ.
શાંતિઃ વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧૩, સોમ, ૧૫૬
પત્ર અને “સમયસાર'ની પ્રત સંપ્રાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org