SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાથિી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે, તપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે; તે અનંતદાનધિ કહેવા યાગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્માત્ર વિયેગનું કારણ રહ્યું નથી તેથી અનંતલાભલબ્ધિ કહેવા યાગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણુ કિંચિત્માત્ર પણ વિયેાગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભાગઉપભોગલબ્ધિ કહેવા ચાગ્ય છે, તેમ જ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળસહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા ચાગ્ય છે. ક્ષાયિકભાવની દૃષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિના પરમ પુરુષને ઉપયેાગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તેા અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાંચેના સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિના ઉપયેગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તે તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમપુરુષમાં સંપૂર્ણ વીતરાગસ્વભાવ હાવાથી તે ઉપયેગને તેથી સંભવ નથી; અને ઉપદેશાના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યાગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિક્રુતભાવથી નથી. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશે. નિવૃત્તિવાળા અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉચ્છ્વાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ધર્મપુર, ચૈત્ર વદ ૧૩, શુક્ર, ૧૯૫૬ ૧૬ مد કૃપાળુ મુનિવરેના યથાવિધિ વિનય ઇચ્છીએ છીએ. ખળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માંસ કર્તવ્ય છે. નડિયાદ, વસે આદિ જે સાનુકૂળ હોય તે, એક સ્થળને બદલે એ સ્થળે થાય તેમાં વિક્ષિપ્તતાના હેતુ સંભવિત નથી, અસસમાગમને યેાગ મેળવીને જો વહેંચણુ કરે તે તે વિષે સમયાનુસાર જેમ યેાગ્ય લાગે તેમ, તેમને જણાવી તે કારણની નિવૃત્તિ કરી સત્તમાગમરૂપ સ્થિતિ કરવી યોગ્ય છે. અત્ર સ્થિતિના સંભવ વૈશાખ સુદ ૨ થી ૫. સમાગમ વિષે અનિશ્ચિત. Jain Education International परमशांतिः ૯૧૭ અમદાવાદ, ભીમનાથ, વૈ॰ સુદ ૬, ૧૯૫૬ આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખાતરશે! નહીં. તે સફળ થશે. ચતુરંગુલ હૈ દૃગસેં મિલ હૈ'૧—એ આગળ પર સમજાશે. એક શ્ર્લોક વાંચતાં અમને હારે શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયેગ ફરી વળે છે. ૧. જુઓ આંક ૨૬૫ નું ૫૬ ૭ મું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy