________________
વર્ષ ૩૨ મું
૬૩૫ સંયમ, અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત – છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વ! # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૭૬
મુંબઈ, જેઠ સુદ ૧૧, ૧૫૫ મહાત્મા મુનિવરને પરમભક્તિથી નમસ્કાર થાઓ.
જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ઢેલેક. છવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક. છવ્યું ખાતાં પીતાં બોલતાં નિત્ય, છે નિરંજન નિરાકાર. જીવ્યું, જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલે અવતાર, જીવ્યું, જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરને ભાર. છવ્યું તેને ચૌદ લેકમાં વિચરતાં, અંતરાય કઈયે નવ થાય. જીવ્યું,
રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્મઆનંદ હૃદે ન સમાય.” આવ્યું જે મુનિઓ અધ્યયન કરતા હોય તે ગપ્રદીપ” શ્રવણ કરશે. કાર્તિકેયાનુપ્રેક્ષાને વેગ તમને ઘણું કરી પ્રાપ્ત થશે.
૮૭૭ મુંબઈ, જેઠ વદ ૨, રવિ, ૧૯૫૫ જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે. તે વિષે યથાવસરોદય.
૮૭૮ મુંબઈ, જેઠ વદ ૭, શુક, ૧૯૫૫ કાર્તિકેયાનુપ્રેક્ષાનું પુસ્તક ચાર દિવસ થયાં પ્રાપ્ત થયું તથા કાગળ એક પ્રાપ્ત થયું.
વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં બૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે.
૮૭૯ મહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫
ક્રિયાકેષ' એથી બીજે સરળ નથી. વિશેષ અવકન કરવાથી સ્પષ્ટાર્થ થશે.
શુદ્ધાત્મસ્થિતિમાં પારમાર્થિક કૃત અને ઇન્દ્રિયજય બે મુખ્ય અવલંબન છે. સુદ્રઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. હે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરુષનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, પરમતત્વ ઉપાસવાને મુખ્ય અધિકારી છે.
શાંતિઃ ૮૮૦ મોહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫
બન્ને ક્ષેત્રે સુસ્થિત મુનિવરને યથાવિનય વંદન પ્રાપ્ત થાય.
પત્ર પ્રાપ્ત થયું. સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખત નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે.
અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. પારમાર્થિક શ્રત અને વૃત્તિજયને અભ્યાસ વર્ધમાન કરે ગ્ય છે.
૧. શ્રી આચારાંગસૂત્રના એક વાક્ય સંબંધી. જુઓ આંક ૮૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org