________________
વર્ષ ૩૧ મું
૮૪૬
૬૨૭
વનક્ષેત્ર ઉત્તરસંડા,
પ્ર॰ આસા વદ ૯, રવિ, ૧૯૫૪
ૐ નમઃ
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ; मुक्खसाहणउस्स, साहुदेहस्स धारणा.
अध्ययन ५-९२
ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. ( તે પણ શા અર્થે ?) માત્ર મેાક્ષસાધનને અર્થે. મુનિને દેહ જોઇએ તેના ધારણાર્થે. ( બીજા કોઈ પણ હેતુથી નહીં. )
अहो निच्च तवो कम्मं सव्व बुद्धेहिं वण्णिअं
जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं. दशवैकालिक अध्ययन ६-२२ સર્વ જિન ભગવંતાએ આશ્ચર્યકારક (અદ્ભુત ઉપકારભૂત ) એવું તપઃકર્મ નિત્યને અર્થે ઉપદેશ્યું. ( તે આ પ્રમાણે : ) સંયમના રક્ષણાર્થે સમ્યવૃત્તિએ એક વખત આહારગ્રહણુ. ( દશવૈકાલિકસૂત્ર. )
તથારૂપ અસંગ નિગ્રંથપદના અભ્યાસ સતત વર્ધમાન કરો. પ્રશ્નવ્યાકરણ’, ‘દશવૈકાલિક’, ‘આત્માનુશાસન’હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશેા. એક શાસ્ત્ર પૂરું વાંચ્યા પછી ખીજું વિચારશે.
ખેડા, દ્વિ॰ આસા સુદ ૬, ૧૯૫૪
અવિક્ષેપ રહેશે. યથાવસરે અવશ્ય સમાધાન થશે. અત્રે સમાગમાર્થે આવવા યથાસુખ વર્તશે. ખેડા, ખી૰ આસો સુદ ૯, શનિ, ૧૯૫૪ લગભગ હવે ત્રણ મહિના પૂર્ણ થવા આવ્યા છે. આ ક્ષેત્રામાં હવે સ્થિતિ કરવાની હમણાંને માટે વૃત્તિ રહી નથી. પરિચય વધવાના વખત આવી જાય.
૪૮
૮૪૭
Jain Education International
૮૪૯
ખેડ ફ્રિ॰ આશ્વિન વદ, ૧૯૫૪ હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા.
વીતરાગ પ્રવચન આસા, ૧૯૫૪
૮૫૦
મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિએ એટલી શાંત થઈ જાએ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય !
મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હાય તે આ શરીરને જડપદાર્થ જાણી પાતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે !
For Private & Personal Use Only
www.jainelibrary.org