________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રબળ છે. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણનું વારંવાર સ્મરણ કરીને જીવને વિષે તે ગુણે ઉત્પન્ન થાય એવું વર્તન કરવું. - નિયમિતપણે નિત્ય સગ્રંથનું વાંચન તથા મનન રાખવું કેગ્ય છે. પુસ્તક વગેરે કંઈ જોઈતું હોય તે અત્રે મનસુખને લખવું. તે તમને એકલશે. છે.
૭લ્પ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક, ૧૫૩ શુભેચછાસંપન્ન શ્રી મનસુખ પુરુષોત્તમ આદિ, શ્રી ખેડા.
કાગળ મળે છે. - તમારી તરફ વિચરતા મુનિ શ્રીમદ્ લલ્લુજી આદિને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકીર્ણજીના પ્રશ્નો મળ્યાં હતાં. તેમને વિનયસહિત વિદિત કરશે કે “મેક્ષમાર્ગ પ્રકાશ” વાંચવાથી કેટલુંક સમાધાન તે પ્રશ્નોનું થશે અને વિશેષ સ્પષ્ટતા સમાગમઅવસરે થવા યોગ્ય છે.
પારમાર્થિક કરુણબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટા પુરુષને સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયેગમાં સન્શાસ્ત્રને યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે. એ જ વિનંતિ. '
૭૯૬ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩ મેહમુગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો હાલ વાંચવાને પરિચય રાખશે. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારે બતાવ્યા છે.
૭૯૭ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક, ૧૫૩ કાગળ મળે છે.
શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે. શ્રી ભાગના વિયોગથી તેમને સૌથી વધારે ખેદ થો યોગ્ય છે. એક બળવાન સત્સમાગમને વેગ જવાથી આત્માથીને અંતઃકરણમાં બળવાન ખેદ થવા યોગ્ય છે.
તમે, લહેરાભાઈ, મગન વગેરે સર્વ મુમુક્ષુઓ નિરંતર સન્શાસ્ત્રને પરિચય રાખવાનું ચૂકશે નહીં. કઈ કઈ પ્રશ્ન અત્ર લખ્યો છે તેના ઉત્તર ઘણું કરીને હાલ લખવાનું થતું નથી, તેથી કંઈ પણ વિકલપમાં ન પડતાં અનુક્રમે તે ઉત્તર મળી જશે એમ વિચારવું યંગ્ય છે.
થોડા દિવસ પછી ઘણું કરીને શ્રી ડુંગર પ્રત્યે એક પુસ્તક તેમને નિવૃત્તિનું પ્રધાનપણું રહે તેવું વાંચવા અર્થે મોકલવાનું થશે. રાધનપુર મણિલાલ પર અત્રેથી એક પનું લખ્યું હતું.
૭૯૮ મુંબઈ, શ્રાવણ વદ ૧૦, રવિ, ૧૫૩ મેક્ષમાર્ગપ્રકાશ” શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે, તેમને શ્રવણ કરાવશો. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશે. શ્રેતાને કોઈ એક સ્થાનકે વિશેષ સંશય થાય તે તેનું સમાધાન કરવું યંગ્ય છે. કોઈ એક સ્થળે સમાધાન અશક્ય જેવું દેખાય તે કઈ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં, તેમ જ કોઈ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ ભ્રમને હેતુ થશે, અને નિઃસંશયપણાથી થયેલા શ્રવણને લાભ વૃથા જેવો થશે, એવી દ્રષ્ટિ શ્રોતાને હોય તે વધારે હિતકારી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org