SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ શ્રીમદ્ રાજચંદ્ર ७१७ પરમભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમદ્વેષથી પરિષદ્ધ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર. વવાણિયા, ચૈત્ર સુદ ૩, રવિ, ૧૯૫૩ અદ્વેષવૃત્તિથી વર્તવું યેાગ્ય છે, ધીરજ કર્ત્તવ્ય છે. મુનિ દેવકીર્ણજીને ‘આચારાંગ’વાંચતાં સાધુને દીર્ઘશંકાદિ કારણેામાં પણ ઘણા સાંકડા માર્ગ જોવામાં આવ્યો, તે પરથી એમ આશંકા થઇ કે એટલી બધી સંકડાશ એવી અલ્પ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે ? તે આશંકાનું સમાધાન :——— સતત અંતર્મુખ ઉપયાગે સ્થિતિ એ જ નિગ્રંથના પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયેગ બહિર્મુખ કરવા નહીં એ નિગ્રંથના મુખ્ય માર્ગ છે; પણ તે સંયમાર્થે દેહા િસાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યાગ્ય છે. કંઇ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ હુિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયેગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયાગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હાય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયેગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપયાગ સ્ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તા વિશેષ બહિર્મુખ ઉપયાગ થઇ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાર્દિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય એવી હાવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયાગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક ચાલવું પડે તે ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક ખેલવું પડે તે ખેલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળના ત્યાગ કરવા યેાગ્ય ત્યાગ કરવા. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના ખીન્ન પ્રકારે ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશકય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયેગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તે ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે. દીર્ધશંકાદિ ક્રિયાએ પ્રવર્તતાં પણુ અપ્રમત્ત સંયમદ્રુષ્ટિ વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી તેવી સંકડાશવાળી ક્રિયા ઉપદેશી છે, પણ સત્પુરુષની દૃષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્યદૃષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણા ઘણા વિચાર કર્તવ્ય છે. સર્વ ક્રિયામાં પ્રવર્તતાં આ સૃષ્ટિ સ્મરણમાં આણવાને લક્ષ રાખવા યેાગ્ય છે. શ્રી દેવકીર્ણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનુપ્રેક્ષા કરવા યેાગ્ય છે. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કર્મગ્રંથની વાંચના પૂરી થયે ફરી આવર્તન કરી અનુપ્રેક્ષા કર્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy