SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૦ મું ૩૯ સ્થાવરકાયના જીવા પાતપાતાનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવા કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવા શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. ૪૦ ઉપયાગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારના છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવા. ૪૧ મતિ, શ્રુત, અવિધ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનાપયેાગના ભેદ છે. ૫૮૯ ૪૨ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનાપયેાગના ચાર ભેદ છે. ૪૩ આત્માને જ્ઞાનગુણના સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું જ છે. ૪૪ જો દ્રવ્ય જુદું હાય અને ગુણ પણ જુદા હાય તેા એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યના અભાવ થાય. ૪૫ દ્રવ્ય અને ગુણુ અનન્યપણે છે; ખન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણુના નાશ થાય, અને ગુણુના નાશથી દ્રવ્યના નાશ થાય એવું એકપણું છે. ૪૬ વ્યપદેશ ( કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનયથી એ ચારેના અભેદ છે. ૪૭ પુરુષની પાસે ધન હેાય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞા જાણે છે. ૪૮ આત્મા અને જ્ઞાનના સર્વથા ભેદ હોય તે બન્ને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞને સિદ્ધાંત છે. ૪૯ જ્ઞાનના સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવા સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વને ઐકયભાવ થવાના પ્રસંગ આવે. ૫૦ સમર્થાત્ત્વ સમવાય અપૃથક્ભૂત અને અપૃથસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણના સંબંધ વીતરાગોએ અપૃથસિદ્ધ કહ્યો છે. ૫૧ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલદ્રવ્યથી ભેદપણે કહેવાય છે. પર તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેના આત્માથી ભેદ કહેવાય છે. ૫૩ આત્મા ( વસ્તુપણું ) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાત્તુિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદૂભાવથી જીવદ્રવ્ય અનંત છે. ૫૪ એમ સત્ ( જીવ પર્યાય )ને વિનાશ અને અસત્ જીવને ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરાધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૫૫ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સત્ નાશ અને અસદ્ભાવના ઉત્પાદ કરે છે. ૫૬ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયાપશમ અને પારિણામિક ભાવથી જીવના ગુણાનું બહુ વિસ્તીર્ણપણું છે. ૫૭, ૫૮, ૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy