________________
૫૮૮
શ્રીમદ્ રાજચંદ્ર ૨૦ જ્ઞાનાવરણીય આદિ કર્મભાવે જીવે સુદ્રઢ(અવગાઢ)પણે બાંધ્યા છે તેને અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલે એ તે “સિદ્ધ ભગવાન” થાય.
૨૧ એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
૨૨ જીવ, પુદ્ગલસમૂહ, અને આકાશ તેમ જ બીજા અસ્તિકાય કોઈને કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળાં છે, અને લેકના કારણભૂત છે.
૨૩ સદ્દભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલને પરાવર્તનપણથી ઓળખતે એ નિશ્ચયકાળ કહ્યો છે.
૨૪ તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનલક્ષણવાળો છે.
૨૫ સમય, નિમેષ, કાકા, કલા, નાલી, મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે.
ર૬ કાળના કોઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થોડો કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદ્ગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ.
૨૭ જીવત્વવાળ, જાણનાર, ઉપગવાળ, પ્રભુ, કર્તા, ભક્તા, દેહપ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્ભાવસ્થામાં મૂર્ત એ જીવ છે. - ૨૮ કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્થ લોકાંતને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદર્શી ઇન્દ્રિયથી પર એવું અનંતસુખ પામે છે.
ર૯ પિતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદશી થાય છે, અને પિતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે.
- ૩૦ બળ, ઈન્દ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતું હતું, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે “જીવ'.
૩૧ અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. કેઈક જીવ લેકપ્રમાણ અવગાહનાને પામ્યા છે.
૩૨ કઈક જીવે તે અવગાહનાને પામ્યા નથી. મિથ્યાદર્શન, કષાય અને વેગસહિત અનંત એવા સંસારી જીવે છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે.
૩૩ જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તે તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. તેમ દેહને વિષે સ્થિત એ આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક છે.
૩૪ એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેને તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર–અવસ્થામાં પણ તેને તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રમલથી તે જીવ મલિન થાય છે.
૩૫ જેમને પ્રાણધારણપણું નથી, તેને જેમને સર્વથા અભાવ થયે છે, તે–દેહથી ભિન્ન અને વચનથી અગોચર જેમનું સ્વરૂપ છે એવા - “સિદ્ધ છે.
૩૬ વસ્તુદ્રષ્ટિથી જોઈએ તે સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી.
૩૭ શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને વિજ્ઞાન એ ભાવ જે મેક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તે કેને હોય?
૩૮ કેઈએક જ કર્મનું ફળ વેદે છે, કેઈએક જ કર્મબંધકતૃત્વ વેદે છે અને કોઈએક છે માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વેદકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org