________________
૫૮૨
શ્રીમદ્ રાજચંદ્ર એક તૂમડા જેવી, દેરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થને ભેદ કરે છે, એવા મહામેહમૂહ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે.
મહાત્મા પુરૂષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગસન્મુખ કરવાની છે. લિંગાભાસી જી મોક્ષમાર્ગથી પરામુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. [ અપૂર્ણ ]
૭૫૮
સં. ૧૫૩ દ્રવ્યપ્રકાશ દ્રવ્ય એટલે વસ્તુ, તત્ત્વ, પદાર્થ. આમાં મુખ્ય ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કહ્યા છે.
બીજા અધિકારમાં જીવ અને અજીવને પરસ્પરને સંબંધ અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજવા માટે તેના વિશેષ પર્યાયરૂપે પાપપુણ્યાદિ બીજાં સાત તનું નિરૂપણ કર્યું છે. જે સાત તળે જીવ અને અજીવ એ બે તમાં સમાય છે.
ત્રીજા અધિકારમાં યથાસ્થિત મેક્ષમાર્ગ દર્શાવ્યો છે, કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાનીપુરુષને ઉપદેશ છે. I પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેને પાયે રચાય છે અને તે દ્વારા જે મોક્ષમાર્ગ પ્રતિબંધે છે તેવાં છ દર્શને છે -(૧) બૌદ્ધ, (૨) ન્યાય, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) વૈશેષિક. વૈશેષિક ન્યાયમાં અંતર્ભત કર્યું હોય તે નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન છઠ્ઠ ગણાય છે.
ન્યાય, વૈશેષિક, સાંખ્ય, વેગ, ઉત્તરમીમાંસા અને પૂર્વમીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યાં છે, તે કરતાં ઉપર દર્શાવેલાં દર્શને જુદી પદ્ધતિએ ગણ્યાં છે તેનું શું કારણ? એમ પ્રશ્ન થાય તે તેનું સમાધાન એ છે કે –
વેદ પરિભાષામાં દર્શાવેલાં દર્શને વેદને માન્ય રાખે છે તે દ્રષ્ટિથી ગયાં છે અને ઉપર જણાવેલ કમે તે વિચારની પરિપાટીના ભેદથી ગયાં છે. જેથી આ જ ક્રમ મેગ્ય છે.
દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભત્વ એટલે પ્રદેશભેદ રહિતપણું છે, ક્ષેત્રમંતર નથી. દ્રવ્યના નાશથી ગુણને નાશ અને ગુણના નાશથી દ્રવ્યને નાશ થાય એ ઐયભાવ છે. દ્રવ્ય અને ગુણને ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તે બને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગને સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે.
[ અપૂર્ણ ]
૭૫૯
સં. ૧૯૫૩ અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે.
પ્રાણીમાત્રનું એવું પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખને અનુભવ જ કરતાં દ્રષ્ટિગોચર થાય છે. ક્વચિત્ કંઈક સુખના અંશ કઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તો પણ દુઃખની બાહુલ્યતાથી
૧. જુઓ આંક ૭૬૬ “પંચાસ્તિકાય ૪૬, ૪૮, ૪૯ અને ૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org