________________
વર્ષ ૩૦ મું
૫૮૧ આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. ( શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરતક્ષેત્રના વીશ તીર્થંકરના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
- શ્રીમાન વર્ધમાન જિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મેક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષે વારંવાર આશ્ચર્યમય દેખે છે.
કાળના દૃષથી અપાર શ્રુતસાગરને ઘણે ભાગ વિસર્જન થતું ગયું અને બિંદુમાત્ર અથવા અપમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.
ઘણું સ્થળ વિસર્જન થવાથી, ઘણાં સ્થળમાં સ્થૂળ નિરૂપણું રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યને આ ક્ષેત્રે પ્રાપ્ત થતું નથી.
ઘણુ મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અપતા થઈ.
શ્રત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પક્ષ છતાં, મહાત્માપુરુષનું ક્વચિતત્વ છતાં, હે આર્યજને ! સમ્યક્દર્શન, શ્રતનું રહસ્ય એ પરમપદને પંથ, આત્માનુભવના હેતુ, સમ્યફચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.
વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુખે કરીને, – ઘણું અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, –મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગને વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી.
પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું.
સૂત્ર અને બીજાં પ્રાચીન આચાર્ય તદનુસાર રચેલાં ઘણું શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષએ તે હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઈ મતવાદી, હઠવાદી અને શિથિલતાના પિષક પુરુષોએ રચેલાં કઈ પુસ્તક સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રજનની મર્યાદાથી બાહ્ય હોય, તે પુસ્તકના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોનાં વચનને ઉત્થાપવાનું પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી, પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનું બહુમાન કરતા છતા યથાયોગ્ય સદુપયોગ કરે છે.
દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદ્રષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્ત્વદ્રષ્ટિથી તે વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તે ભેદ નથી, માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષે સમ્યવૃષ્ટિથી જુએ છે અને જેમ તવપ્રતીતિને અંતરાય છે થાય તેમ પ્રવર્તે છે.
જૈનાભાસથી પ્રવર્તેલાં મતમતાંતરે બીજાં ઘણું છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં પણ વૃત્તિ સંકેચાય છે. જેમાં મૂળ પ્રજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે, તેને મુનિપણનું સ્વપ્ર પણ ક્યાંથી? કેમકે મૂળ પ્રજનને વિસારી લેશમાં પડ્યા છે અને જીને, પિતાની પૂજ્યતાદિને અર્થે, પરમાર્થમાર્ગના અંતરાયક છે.
તે, મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમકે સ્વકપલરચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુ તે તે તેથી પરામુખ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org