________________
૫૬૭
७४२
વર્ષ ૩૦ મું આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકેચ ન રાખવે યોગ્ય છે.
મોરબી, માહ વદ ૪, રવિ, ૧૫૩ સંસ્કૃતને પરિચય ન હોય તે કરશે.
જે પ્રકારે બીજા મુમુક્ષુ જીનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યફ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દ્રઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે.
૭૪૩
મેરબી, માહ વદ ૪, રવિ, ૧૫૩ સકળ સંસારી ઇકિયરામી, મુનિ ગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે.
–મુનિશ્રી આનંદઘનજી આ ત્રણે પત્રો મળ્યાં હતાં. હાલ પંદરેક દિવસ થયાં અત્રે સ્થિતિ છે. હજી અત્રે થોડાક દિવસ થવાનો સંભવ છે.
પત્રાકાંક્ષા અને દર્શનાકાંક્ષા જાણે છે. પત્રાદિ લખવામાં હાલ બહુ જ ઓછી પ્રવૃત્તિ થઈ શકે છે. સમાગમને વિષે હમણું કંઈ પણ ઉત્તર લખો અશકય છે.
શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી “આત્મસિદ્ધિ શાસ્ત્રને વિશેષ કરી મનન કરશે. બીજા મુનિઓને પણ પ્રશ્નવ્યાકરણાદિ સૂત્ર પુરુષના લક્ષે સંભળાવાય તે સંભળાવશે.
શ્રી સહજાન્મસ્વરૂપ યથા. ૭૪૪ વવાણિયા, માહ વદિ ૧૨, શનિ, ૧૫૩ તે માટે ઊભા કરજોડી, જિનવર આગળ કહીએ રે, સમયચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે.”
–મુનિશ્રી આનંદઘનજી ‘કર્મગ્રંથ' નામે શાસ્ત્ર છે, તે હાલ અથ ઇતિ સુધી વાંચવાને, શ્રવણ કરવાને તથા અનુપ્રેક્ષા કરવાને પરિચય રાખી શકે તે રાખશે. બેથી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે.
૭૪૫. વવાણિયા, ફાગણ સુદ ૨, ૧૯૫૩ એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિવિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એને ત્યાગ કરે તે કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશ પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે.
વિવાણિયા, ફા. સુદ ૨, ૧૯૫૩ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org