________________
૫૫૮
શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણને ઈચ્છા હોય તે “આચારાંગ, સૂયગડાંગ), દશવૈકાલિક”, “ઉત્તરાધ્યયન” અને “પ્રશ્નવ્યાકરણ વિચારવા ગ્ય છે.
આત્મસિદ્ધિશાસ્ત્રી શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણ હલ શ્રી લલુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે, તે પણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પરુષ જે મારા પ્રત્યે કેઈએ પરમપકાર કર્યો નથી એ અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તે મેં આત્માર્થ જ ત્યા અને ખરા ઉપકારીના ઉપકારને એળવવાને દેષ કર્યો એમ જ જાણશ, અને આત્માને સપુરુષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એ, ભિન્નભાવરહિત, લેકસંબંધી બીજા પ્રકારની સર્વ કલપના છેડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા ગ્ય છે.
પુરુષની આજ્ઞામાં વર્તવાને જેને દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યફપરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષ સાક્ષી છે.
બીજ મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવ પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે.
અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલપના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ. સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
શ્રી સહજાન્મસ્વરૂપ. ૭૨૦
નડિયાદ, અસે વદ ૧૨, સેમ, ૧૯૫૨
ની શિરછત્ર પિતાશ્રીજી,
આપનું પતું આજે પહોંચ્યું છે. આપને પ્રતાપે અત્રે સુખવૃત્તિ છે.
મુંબઈથી આ બાજુ આવવામાં ફક્ત નિવૃત્તિને હેતુ છે; શરીરની અડચણથી આ તરફ આવવું થયેલું, તેમ નથી. આપની કૃપાથી શરીર સારું રહે છે. મુંબઈમાં રોગના ઉપદ્રવને લીધે આપની તથા રેવાશંકરભાઈની આજ્ઞા થવાથી આ તરફ વિશેષ સ્થિરતા કરી; અને તે સ્થિરતામાં આત્માને નિવૃત્તિ વિશેષ કરી રહી છે. હાલ મુંબઈમાં રોગની શાંતિ ઘણી થઈ ગઈ છે, સંપૂર્ણ શાંતિ થયે તે તરફ જવાનો વિચાર રાખે છે, અને ત્યાં ગયા પછી ઘણું કરીને ભાઈ મનસુખને આપના તરફ થોડા વખત માટે મોકલવાનું ચિત્ત છે; જેથી મારી માતુશ્રીના મનને પણ ગાઠશે. આપને પ્રતાપે નાણું મેળવવાને ઘણું કરીને લેભ નથી, પણ આત્માનું પરમ કલ્યાણ કરવાની ઈચ્છા છે. મારી માતુશ્રીને પાયલાગણું પ્રાપ્ત થાય. બહેન ઝબક તથા ભાઈ પિપટ વગેરેને યથાવ
છેટુ રાયચંદના દંડવત્ પ્રાપ્ત થાય.
૭૨૧ નડિયાદ, આ વદ ૦)), ૧૯૫૨ શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ કરવાની ઈચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તે તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org