________________
વર્ષ ૨૯ મું
૫૪૭ પિતાના સ્વરૂપના ભાનમાં આત્મા પિતાના સ્વભાવને એટલે ચૈતન્યાદિ સ્વભાવને જ કર્તા છે, અન્ય કઈ પણ કર્યાદિનો કર્તા નથી અને આત્મા જ્યારે પિતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મને પ્રભાવને કર્તા કહ્યો છે.
પરમાર્થે તે જીવ અક્રિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે, અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે, છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એ સંદેહ અત્રે થવા ગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યંગ્ય છે - શુદ્ધાત્મા પગને, પરભાવને અને વિભાવને ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે, પણ ચૈતન્યાદિ સ્વભાવને પણ આત્મા કર્તા નથી એમ જે કહીએ તે તે પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને ગક્રિયા નહીં હોવાથી તે અકિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે તેથી અક્રિય કહેતાં પણ શેષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અકિયતા કહેતાં કશે દેષ નથી. (૭૮)
શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હૈય? એમ શિષ્ય કહે છે :-)
જીવ કર્મ કર્તા કહો, પણ ભક્તા નહિ સેય;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણમી હોય? ૭૯ જીવને કર્મને કર્તા કહીએ તો પણ તે કર્મને ભક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત્ ફળદાતા થાય? ૭૯
ફળદાતા ઈશ્વર ગણે, ભક્તાપણું સધાય;
એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ફળદાતા ઈશ્વર ગણીએ તે ભક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કમ ભેગવાવે તેથી જીવ કર્મને ભક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તે તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછે વિરોધ આવે છે. ૮૦
ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી”, એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા ગ્ય છે –
જે કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તે ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારને સંગ થે સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જે પરભાવાદિનો કર્તા થાય તે તે સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તે તેને પણ પરભાવાદિના કર્તાપણને પ્રસંગ આવે છે, અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ કરે છે, તેથી તે તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે.
વળી જીવ અને ઈશ્વરને સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જે ચૈતન્ય સ્વભાવ માનીએ, તે બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પિતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org