________________
શ્રીમદ્ રાજચંદ્ર
લૌકિક વૃષ્ટિ અને અલૌકિક (લાકાત્તર) દૃષ્ટિમાં મેટા ભેદ છે, અથવા એકબીજી વૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર(સાંસારિક કારણા)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી ચેાગ્ય નહીં.
પાર
જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાત્મ્ય કહ્યું છે. એટલે મેાક્ષસાધનના કારણરૂપ હાવાથી તેને ચિંતામણિ જેવા કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મેાક્ષસાધન કર્યું તે જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તેા પશુના દેહ જેટલી ચે વાસ્તવિક વૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિના છે, પણ તે દેહ પામીને અવશ્ય મેાક્ષસાધન કરવું, અથવા તે સાધનના નિશ્ચય કરવે, એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિના છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવે એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઇએ. લૌકિક દૃષ્ટિમાં તે યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારા મનુષ્ય નાશ પામવાના વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દૃષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાના ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિવૈરતા, અવિરાધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાના જેને હેતુ છે, એવી લૌકિક દૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિધ, મનુષ્યાદિ પ્રાણીના નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે.
અલૌકિક દ્રષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઇ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તેા તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશને અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રાત્પત્તિ ન થઈ હેાય તેના વંશના નાશ થવાના વખત આવે, અને તેટલાં મનુષ્યા એછાં જન્મવાનું થાય, જેથી મેાક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક વૃષ્ટિથી યાગ્ય લાગે; પણું પરમાર્થ વૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે.
કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હાય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાને ઉપદેશ કરવા, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમકે મનુષ્યદેહ તે બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મેક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તા મૂળપણે મેક્ષસાધનરૂપ છે, અને તેવાં કારણેા પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું માક્ષસાધનપણું ઠરતું હતું, તે કારણેા પ્રાપ્ત થયે તે દેહથી ભાગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મેાક્ષસાધનરૂપ કરવા ખરાખર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યેાગ્ય છે.
વેદેખ્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેએથી તેમ થવું અશકય હાય, તે પરિણામે યથાર્થ ત્યાગ કરવાના લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તે તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવા ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાના વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તાપણુ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવેા લક્ષ રાખીને પ્રવર્તવાનું તે કોઈકથી જ ખને તેવું છે.
જિનાક્ત માર્ગના પણ એવે એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવા. તથારૂપ સત્સંગ, સદ્ગુરુના યેગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળા એટલે વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org