SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ ૐ સત્સંગનૈષ્ઠિક શ્રી સેાભાગ, શ્રી સાયલા. શ્રીમદ્ રાજચંદ્ર ૨૧૭ નમા વીતરાગાય તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે. આ ભરતક્ષેત્રને વિષે આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે કેમ? એ વગેરે પ્રશ્નો લખ્યાં હતાં, તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર, મળેલા પત્રથી વિશેષ કરી જાણ્યા છે. એ પ્રશ્નો પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્જાય છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદર્શનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલેાક મુખ્ય ભેદ જોવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તે આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એ વિષય પર વધારે વિચાર થાય તે સારું. અસ્તિ' એ પદથી માંડીને આત્માર્થે સર્વ ભાવ વિચારવા ચેાગ્ય છે; તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા ચેાગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા ચેાગ્ય છે. મુંબઈ, અસાડ વદ ૭, રવ, ૧૯૫૧ એક ખીજાં દર્શનને મેટા ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવા નિર્ધાર ખધા મુમુક્ષુથી થવા દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષયાપશમશક્તિ કોઈક જીવને હેાય છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને ખીજાં દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તેા ખીજાં દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા ચેાગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય ? એ આદિ વિચારવા ચેાગ્ય છે; પણ સર્વ જીવથી આ વિચાર થવા દુર્લભ છે. અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા ચેાગ્ય છે, પણ તે કોઈ માહાત્મ્યવાનને થવા યાગ્ય છે; ત્યારે બાકી જે મેાક્ષના ઈચ્છક જીવા છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા ચેાગ્ય છે. સર્વ પ્રકારનાં સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશકય છે, એવેા વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવા પડતા હોય તે ઘણું કરી કેાઈ જીવ મુક્ત થઈ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હેાવા ચેાગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. શ્રાવણ સુદ ૫-૬ ઉપર અત્રેથી નિવર્તવાનું અને એમ જણાય છે; પણ અહીંથી જતી વખતે વચ્ચે રાકાવું ચેાગ્ય છે કે કેમ ? તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી, કદાપિ જતી કે વળતી વખત વચ્ચે રેકાવાનું થઈ શકે, તેા તે કર્ય ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. આ સ્વ॰ પ્રણામ. મુંબઈ, અસાડ વદ ૧૧, ગુરુ, ૧૯૫૧ પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણુસંપન્ન શ્રી સેાભાગ પ્રત્યે, પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. Jain Education International ૬૧૮ જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હાય, સાંસારિક ભાગે પભાગ વિષે વિરસપણા જેવું જેને વર્તતું હેાય તેવા વિચારવાનને ખીજી તરફ લેકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતા હોય, તે તે ઉદ્દયપ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy