________________
ટોંક :
વર્ષ ૨૮ મું
૪૭૩ નીચેના બોલે પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચારપરિણતિ કરવા ગ્ય છે: (૧) કેવળજ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે? (૨) આ ભરતક્ષેત્રમાં આ કાળે તેને સંભવ હોઈ શકે કે કેમ? (૩) કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય? (૪) સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને કેવળજ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા ગ્ય છે? (૫) સમ્યક્દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય ?
તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલા બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા ગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખાવાયેગ્ય લખશે. હાલ અત્રે ઉ એ જ વિનંતિ.
આ૦. સ્વયથાયેગ્ય. - ૧૬ મુંબઈ, અસાડ વદ ૨, રવિ, ૧૯૫૧
શ્રીમદ્ વીતરાગને નમસ્કાર શુભેરછાસંપન્ન ભાઈ અંબાલાલ તથા ભાઈ ત્રિભવન પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.
ભાઈ અંબાલાલનાં લખેલા પત્ર-પત્તાં તથા ભાઈ ત્રિભવનનું લખેલું પત્ર મળ્યું છે. અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા, જણાવવાનું બનતું નથી. તેથી કઈ મુમુક્ષુને થવા ગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે, તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે, પણ ઉદયના કઈ વેગથી તેમ જ હજુ સુધી વર્તવું બને છે.
અસાડ વદ ૨ ઉપર આ ક્ષેત્રથી છેડા વખત માટે નિવર્તવાનું બની શકે એવો સંભવ હતું, તે લગભગમાં બીજાં કાર્યને ઉદય પ્રાપ્ત થવાથી લગભગ અસાડ વદ ૦)) સુધી સ્થિરતા થવા સંભવ છે. અત્રેથી નીકળતાં વવાણિયે જતાં સુધીમાં વચ્ચે એકાદ બે દિવસની સ્થિતિ કરવાનું વૃત્તિમાં યથાયોગ્ય લાગતું નથી. વવાણિયે કેટલા દિવસની સ્થિતિ સંભવે છે, તે અત્યારે વિચારમાં આવી શક્યું નથી, પણ ભાદ્રપદ સુદિ દશમની લગભગે અત્રે આવવાનાં કંઈ કારણ સંભવે અને તેથી એમ લાગે છે કે વવાણિયા શ્રાવણ સુદ ૧૫ સુધી અથવા શ્રાવણ વદ ૧૦ સુધી રહેવું થાય. વળતી વખતે શ્રાવણ વદ દશમે વવાણિયેથી નીકળવાનું થાય તે ભાદ્રપદ સુદ દશમ સુધી વચ્ચે કેઈ “નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું બની શકે. હાલ તે સંબંધી વધારે વિચારવું અશકય છે.
હાલ આટલું વિચારમાં આવે છે કે જે કોઈ નિવૃત્તિક્ષેત્રે રોકાવાનું થાય તે પણ મુમુક્ષુભાઈએથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશકય છે. જોકે આ વાત પર હજુ વિશેષ વિચાર થવા સંભવે છે.
- સત્સમાગમ અને સલ્ફાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરૂષોએ કહ્યું છે. જ્યાં સુધી પિતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સપુરુષને કહેલે માર્ગ પરિણામ પામે કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. | નિવૃત્તિક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તે કરીશ. હાલ આ વાત માત્ર પ્રસંગે તમને જાણવા અર્થે લખી છે, જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષુ ભાઈઓને પણ જણાવવા ગ્ય નથી. તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એ જ વિનંતિ.
આ૦ સ્વ. યથાયેગ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org