________________
૪૬૨
શ્રીમદ્ રાજચંદ્ર હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગને માંડ માંડ જીતી શકયા છે, તે જેની માત્ર વિચારદશા છે, એવા પુરૂષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.
૫૯૨
મુંબઈ, વૈશાખ સુદ, ૧૯૫૧ આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા.
કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાને અવસર તમને પ્રાપ્ત થાય તે કરશે.
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરેગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ?
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એ આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તે બીજા પદાર્થમાં સુખના હેતુની શું ક૯પના કરવી ? - જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીરં જુદું છે એમ દીઠું છે,
તે પુરુષે ધન્ય છે.
બીજાની વસ્તુ પિતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષે કરે છે.
દુષમકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આસપુરુષને પ્રાયે વિરહ છે.
વિરલા જીવો સમ્યફદ્રષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે; જયાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી.
પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે.
વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવ એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રેકાણું છે.
૫૯૩ મુંબઇ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યો છે.
અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે,
સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સવિચાર અને સગ્રંથને પરિચય નિરંતરપણે કરો શ્રેયભૂત છે.
- આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શક થાય છે, અને તેને અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તે અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર છે.
આ૦ સ્વ. યથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org