SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું સંભવ દેખાતું હતું, પણ તે કરતાં મેટો ખેદ એ થતું હતું કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદ્રષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે અને તેને લીધે બીજા પણ ઘણું જીવેને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી અને પૂર્વાપર વિધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપગ થવા સહેજ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું માહાસ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશે. ૫૫૩ મુંબઈ, પોષ સુદ ૧, શુક, ૧૯૫૧ પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિને થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાને વધારે સંભવ રહે છે, કેમકે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠેર આવી શકે, તે માટે તેમને જણાવીશ. અમારા આવવા વિષે હાલ કઈને કંઈ જણાવવાનું કારણ નથી, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. સાયણ સ્ટેશને ઊતરી કઠોર અવાય છે, અને તે લાંબો રસ્તો નથી, જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તે શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે. કઠોરમાં પણ ત્યાંના શ્રાવકે વગેરેને અમારા આવવા વિષે જણાવવાનું કારણ નથી, તેમ ઊતરવાના ઠેકાણું માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે; પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય. આ અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તે પત્ર પ્રશ્નાદિ લખશે. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેને અપરિપક્વ કાળ જાણી, ઉદયવશે વ્યવહાર કરે પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તે તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. આ૦ સ્વ. પ્રણામ. ૫૫૪ મુંબઈ, પિષ સુદ ૧૦, ૧૫૧ શ્રી અંજારગ્રામે સ્થિત પરમ સ્નેહી શ્રી ભાગ પ્રત્યે, શ્રી મેહમયી ભૂમિથી લિવ . . . . આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારું પત્ર મળ્યું છે. ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તે થઈ શકે છે, નહીં તે થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણ રહેશે, એ આ ચત્રભુજ સંબંધીને પ્રસંગ નથી; પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy