________________
શ્રીમદ્ રાજચંદ્ર ૫૫૧
મુંબઈ, માગશર, ૧૫૧ શ્રી સોભાગ,
શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે, તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તે પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.
કઈ પણ પરપદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયેગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશ ઘટતું નથી.
ત્રણ વર્ષના ઉપાધિ વેગથી ઉત્પન્ન થયે એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી.
જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે.
પરિણામ જડ હોય એ સિદ્ધાંત નથી. ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતનને અચેતન પરિણામ હોય, એ જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે.
શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવે એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.
આત્મા સાંભળ, વિચાર, નિદિધ્યાસ, અનુભવ એવી એક વેદની કૃતિ છે; અર્થાત્ જે એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તે જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તે માત્ર કઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણને વિચાર કરે અને નિશ્ચય થ તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. એ જ વિનંતિ.
૫૫૨
મુંબઈ, માગશર, ૧૯૫૧ ઉપકારશીલ શ્રી ભાગ પ્રત્યે, શ્રી સાયલા.
ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્થદ્રષ્ટિ મટી સંસારાર્થ વૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિ થયે ફરી સુલભધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અને કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પિઠે તત્કાળ તેનું ગ્રહવું કઈ પ્રારબ્ધગથી ન થતું. અમે જ્યારે તે વિષે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મેટો ખેદ થતું હતું કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તે તેને સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થદ્રષ્ટિપણું વીસરી જાઓ એ સંશય થતો નહતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદ્રષ્ટિને શિથિલપણને હેતુ થવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org