________________
વર્ષ ૨૭ મું
૪૨૩ પ૨૭ મુંબઈ, ભાદ્રપદ વદ ૧૨, બુધ, ૧૫૦ પૂજ્ય શ્રી ભાગભાઈ,
શ્રી સાયલા. અત્રે કુશળતા છે. આપને કાગળ ૧ આજે આવ્યો તે પહોંચે છે. પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું.
આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિષે રેવાશંકરભાઈ રાજકેટ છે ત્યાં લખ્યું છે, જેઓ પરભારે આપને ઉત્તર લખશે.
ગોસળિયાના દેહરા પહોંચ્યા છે. તેને ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મ દશાના અંકુરે એ દેહરા ઉત્પન્ન થયા સંભવે છે. પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી. A શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્દગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલે વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ– સમ્યફદ્રષ્ટિ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્દગુરુની ભક્તિ કરે એ બેમાં હિતગ્ય વિશેષ કણ કહેવા ગ્ય છે? તેને ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશે.
પ્રથમ સગપણુ-સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમકે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્તધ્યાન કહેવા ગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેઓ વળતી ટપાલે આપને ઉત્તર લખશે. એ જ વિનંતિ. ગેસળિયાને પ્રણામ.
લિ૦ આ૦ સ્વ. પ્રણામ.
પ૨૮ મુંબઈ, આસો સુદ ૧૧, બુધ, ૧૯૫૦ સ્વય જેને સંસારસુખની ઈચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યેગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેને વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે, કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણુ બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એ સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લેકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપે ઘટે છે.
આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતે નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયું હોય તે પણ વિશેષ વિશેષ લેકાવેશ રહેતું હોય તે તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જે નિજબુદ્ધિ છેડવાનો પ્રયાસ કરવામાં ન આવે તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહા જ્ઞાનીપુર સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેને લક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org