________________
૩૯૨
શ્રીમદ્ રાજચંદ્ર
૪૮૭
મુંબઈ, ફાગણ સુદ ૧૧, રિવ, ૧૯૫૦
બુધવારે એક પત્ર લખીશું, નહીં તે રિવવારે વિગત પત્ર લખીશું, એમ જણાવ્યું હતું. જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કંઇ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે, અને તે વિષે કંઈ લખવાનું સૂઝે તે લખવું એમ આવ્યું હતું. લખવાનું કરતાં એમ થયું કે જે કંઈ લખવામાં આવે છે તે સત્સંગ-પ્રસંગમાં વિસ્તારથી કહેવા યાગ્ય છે, અને તે કંઈ ફળરૂપ થવા ચેાગ્ય છે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય, તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવા આ વ્યવસાય નથી, અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હેાવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. એટલે તેમાં વિશેષ ખળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત્ત રહે છે.
આટલી વાતને નિશ્ચય રાખવેા ચેાગ્ય છે, કે જ્ઞાનીપુરુષને પણ પ્રારબ્ધકર્મ ભાગવ્યા વિના નિવૃત્ત થતાં નથી, અને અભેગવ્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભાગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હેાય છે, તથાપિ ભેદ એટલા છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારના હેતુ છે; માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધના એવા નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાનીપુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થંકર. એ પ્રારબ્ધ નિવૃત્ત થયું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાનીપુરુષને વિષે તેના સ્વરૂપ માટે જીવાને અંદેશાના હેતુ થાય; અને તે માટે થઈ જ્ઞાનીપુરુષો ઘણું કરી જડમૌનદશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે; તથાપિ પ્રારબ્ધવશાત્ તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, તે પછી તે જ્ઞાનીપુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાના હેતુ થતા નથી.
૪૫૮ મુંબઈ, ફાગણ વદ ૧૦, શિન, ૧૯૫૦ શ્રી ‘શિક્ષાપત્ર' ગ્રંથ વાંચવા, વિચારવામાં હાલ કંઈ અડચણુ નથી. જ્યાં કોઈ અંદેશાના હેતુ હાય ત્યાં વિચારવું, અથવા સમાધાન પુછાવવા યેાગ્ય હાય તેા પૂછવામાં પ્રતિબંધ નથી. સુદર્શન શેઠ પુરુષધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કાર્મેન્દ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે; અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહના પરિચય કરવા ઇચ્છા કરી હેાત તાપણુ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં; એમ અમને લાગે છે.
૪૫૯ મુંબઈ, ફાગણ વદ ૧૧, રિવ, ૧૯૫૦ ‘શિક્ષાપત્ર' ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયાજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પાષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સભ્યપ્રકારે છે, જે વિચારી મુમુક્ષુજીને સ્વગુણુ કરવાયેાગ્ય છે. શ્રી કૃષ્ણાદિના પ્રસંગ એમાં જે આવે છે તે ક્વચિત્ સંદેહના હેતુ થાય એવા છે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યાફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયાજન હોય છે.
૪૯૦
મુંબઈ, ફાગણ વદ ૧૧, વિ, ૧૯૫૦ ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે, એક તા કાઈ પણ વ્યાપારાદિ કાર્યથી; બીજો પ્રકાર વિદ્યા, મંત્રાદિ સાધનથી. જોકે એ બન્નેમાં અંતરાય છુટવાના સંભવ પ્રથમ જીવને હાવા જોઈએ. પ્રથમ દર્શાવેલા પ્રકાર કોઇ રીતે અને તે કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org