SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪૪૨ મુંબઈ, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૪૯ ધાર તરવારની સેહલી, દહલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા. શ્રી આનંદઘન–અનંતજિનસ્તવન. એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું? તે વિચારવા યોગ્ય છે. આત્મપ્રણામ. મુંબઈ, ચૈત્ર વદ ૮, રવિ, ૧૯૪૯ સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય, તે તે તીર્થકર કે તીર્થકર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જગથી જીવને અ૫ કાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એ વૈરાગ્ય થતું નથી. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જેગ બને છે, તે ઉપકારકારક જાણ સુખે રહેવા ગ્ય છે. ૪૪૪ મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯ સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તીએ તે સારું, એમ કદાપિ ભાસે, તે પણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય છે. અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શેક કરે ઘટતા નથી. જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યેગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે; તે તાપને વેગ મધ્યેથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. એમ આ પ્રવૃત્તિજેગ અમને છે; પણ અમારે તે પ્રવૃત્તિ વિષે હાલ તે વિદ્યા સિવાય અન્ય ઉપાય નથી. નમસ્કાર પહોંચે. ૪૪૫ મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯ જે મુ. અત્રે ચાતુર્માસ અર્થે આવવા ઈચ્છે છે, તેમને જે આત્મા ન દુભાય તેમ હોય તે જણાવશે કે આ ક્ષેત્રને વિષે તમને આવવું નિવૃત્તિરૂપ નથી. કદાપિ અત્ર સત્સંગની ઈચ્છાથી આવવું વિચાર્યું હોય તે તે જેમ બને ઘણો વિકટ છે, કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. પ્રવૃત્તિનાં બળવાન કારણેની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે; એમ જાણી જો બીજે વિચાર કરે તેમને સુગમ હોય તે કરો યેય છે. એ પ્રકારે લખવાનું બને તે લખશો. હાલ તમને ત્યાં શી દશા વર્તે છે ? સમાગમગ વિશેષપણે ત્યાં સત્સંગને કરો યે છે. વિશેષ તમારા કેઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખવું હાલ સૂઝતું નથી. આત્મસ્થિત. ૪૪૬ મુંબઈ, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૪૯ પ્રદેશ પ્રદેશથી જીવના ઉપગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy