SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શ્રીમદ્ રાજચંદ્ર ૪૨૫ મુંબઈ, માગશર વદ ૯, સોમ, ૧૯૪૯ ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે અને તે દુઃખ પિતાની ઈચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે અને તે વિટંબના વિષે ચિત્ત કયારેક કયારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અહાપણું હોય અને ઉદ્વેગ રહેતું હોય તે તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવાં કારણને હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્વેગને લીધે કયારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુખે શેચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શેચવું એ સિવાય બીજે શોચ તેને ઘટતું નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય–વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ–શેકવાન થવું કઈ રીતે ઘટતું નથી અને અમને તમને તે નિર્ધાર કરે, રાખ ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂઝે તે હવેના કાળમાં કંઈ લાભ થ સંભવે છે. ૪ર૬ મુંબઈ, માગશર વદ ૧૩, શનિ, ૧૯૪૯ ભાવસાર ખુશાલ રાયજીએ એક પાંચ મિનિટના મંદવાડમાં દેહ ત્યાગે છે. સંસારને વિષે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કર૭ મુંબઈ, માહ સુદ ૯, ગુરુ, ૧૯૪૯ તો સર્વ સમક્ષજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તે તેની પ્રાપ્તિ પરમ દષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ; તથાપિ હાલ તો તેથી વિપર્યય પ્રારબ્ધદય વર્તે છે. સત્સંગને લક્ષ અમારા આત્મા વિષે વસે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનનાં પત્રની પહોંચ માત્ર વિલંબથી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધોગ્ય પરિણામ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy