SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ વર્ષે ૨૬ મું વ્યવહાર ગ્રહણ કરવા કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોના આશય છે. શુકઅધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના વ્યવહારને ઉત્થાપી પેાતાને તથા પરને દુર્લભાધીપણું કરે છે. શમ, સંવેગાદિ ગુણા ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડ્યે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યાગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યાગ્ય અધ્યાત્મગ્રંથા, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પાતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઇ, નિર્ધારી લઇ, તેવે અંતભેદ થયા વિના અથવા ઇશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન ક૨ે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઇ વર્તે છે, એવા ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાત્મીને છે. ડામ ઠામ જીવને આવા યાગ બાઝે તેવું રહ્યું છે, અથવા તે જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાઇિચ્છક ગુરુ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ક્રતા એવા, જીવાને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને ક્વચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થજાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયેાગમાં તા જીવને કંઇક ઓછી જાગૃતિ હોય તાપણુ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ ચેગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કાર્ય પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહેામાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્ગુરુના ચેગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળા એવા અને અજ્ઞાનથી રહિત થવાના સત્ય માર્ગ પ્રાપ્ત કરવા. મુમુક્ષુ જીવમાં શમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણેા વિના મુમુક્ષુતા ન કહી શકાય. નિત્ય તેવા પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે. ૪૩ મુંબઈ, કારતક વદ ૯, ૧૯૪૯ આછો પ્રમાદ થવાના ઉપયાગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયેાગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી. ૪ર૪ મુંબઈ, કારતક વદ ૧૨, ૧૯૪૯ સમાગમ ઇચ્છવા ચેાગ્ય મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, પુનર્જન્મ છે—જરૂર છે. એ માટે ‘હું' અનુભવથી હા કહેવામાં અચળ છું’ એ વાકય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યાં છે, તે ‘પદાર્થને’, કોઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઇચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તથાપિ હાલ તેા ઉદયાધીન જોગ વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ. શ્રી સુભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે. પ્રણામ પ્રાપ્ત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy