SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૫ મું ૩૪૩ થયું છે, જે જીવે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીને પ્રેરણ કરે છે, તે જીવે છે તેટલી પ્રેરણા, ગષણ, જીવન કલ્યાણને વિષે કરશે તે તે પ્રશ્નનું સમાધાન થવાને ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. તે જ પ્રત્યે દોષદ્રષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જેવા ગ્ય છે; કોઈ પ્રકારને તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણ યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, તે ને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જતાં તે નિરુપાય છે, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવે પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઈચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્ચય રાખ ગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, તે ભંગ કરવાને તેમને જ જે ચિંતા ઉત્પન્ન થાય તે પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય અને કેઈ આત્મસ્વરૂપ એવા સત્પષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાને તેમને સમીપ જોગ જે હોય તે હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે, તે તમ વગેરેનાં વાકયનું નિષ્ફળપણું હોય, અને તેમને ક્લેશરૂપ ભાસે, એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું; અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિષે ગ્ય ગણ્યું છે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી એગ્ય ભાસે છે, માટે લખીએ છીએ, તે એ કે, આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવ પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાને લક્ષ વિસર્જન થયું હોય તે હવેથી સ્મરણ રાખશે; અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલાં કે લખાયેલાં વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેનાં કારણે તમને હાલ સ્પષ્ટ જણાવવાં તે યેગ્યતાવાળું નથી, તથાપિ તે અનુક્રમે જે અનુસરવામાં વિસર્જન થવાય છે, તે બીજા જીવને ક્લેશાદિનું કારણ થવાય છે, તે પણ હવે “ક્ષાયિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. જે કારણે જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણેની પ્રાપ્તિ તે જીવને આ ભવને વિષે થતી અટકે છે, કેમ કે, તે તે પિતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પરુષ પ્રત્યે વિમુખપણને પામે છે, તેને વિષે આગ્રહપણે અન્યઅન્ય ચેષ્ટા ક૯પે છે, અને ફરી તે જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણને પામે છે. એમ ન થવા દેવા અને આ ભવને વિષે તેમને તે જગ જે અજાણપણે પ્રાપ્ત થાય તે વખતે શ્રેયને પામશે એમ ધારણ રાખી, અંતરંગમાં એવા પુરુષને પ્રગટ રાખી બાહ્યપ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે મેચ છે. તે ગુપ્તપણે માયાકપટ નથી; કારણ કે તેમ વર્તવા વિષે માયાકપટને હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણને હેતુ છે, જે તેમ હોય તે માયાકપટ ન હોય એમ જાણીએ છીએ. જેને દર્શન મેહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર પુરુષાદિકની અવજ્ઞા બોલવાને પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલે ઉપગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેને કલ્યાણનું કારણ છે. - જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપગદ્રષ્ટિએ વર્તવું. એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાકયો જિનાગમને વિષે છે. ઘણું છે તે વાકયો શ્રવણ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy