________________
૩૩૮
શ્રીમદ્ રાજચંદ્ર અમને પણ અત્રે ઉપાધિગ વર્તે છે; અન્યભાવને વિષે કે આત્મભાવ ઉત્પન્ન થતું નથી, અને એ જ મુખ્ય સમાધિ છે.
૩૮૮ મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮ “જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે.” એમ શ્રીકૃષ્ણ કહે છે.?
આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર.
૩૮૯ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે “સત્તાને સમજાય છે, તે પહેલાં પ્રાપ્ત થયેલ બેધને ઘણું પ્રકારના અંતરાય હોય છે.
જગત અને મોક્ષને માર્ગ એ બે એક નથી. જેને જગતની ઈચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે.
મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮
૩૯૦
નમ: નિષ્કામ યથાયોગ્ય. આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે,
જે ઉપાર્જિત કર્મ ભેગવતાં ઘણે વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતાં હોય તે તેમ થવા દેવા ગ્ય છે, એમ ઘણાં વર્ષને સંકલ્પ છે.
વ્યાવહારિક પ્રસંગ સંબંધી તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણે જેઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા ગ્ય છે. માર્ગ એવે છે.
અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી, તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. એ જ વિનંતિ.
નાગર સુખ પામર નવ જાણે, વહેલભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કેણુ જાણે નર નારી રે, ભવિકા મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત.
૩૯૧ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ કેવળ નિષ્કામ એવા યથાયોગ્ય.
અત્ર ઉપાધિગમાં છીએ એમ જાણુને પત્રાદિ પાઠવવાનું નહીં કર્યું હોય એમ જાણીએ છીએ. શાસ્ત્રાદિ વિચાર, સત્કથા પ્રસંગે ત્યાં કેવા વેગથી વર્તવું થાય છે? તે લખશે.
“સત’ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય – લેકપ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે “સત્રનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાને અખંડ નિશ્ચય રાખ.
તમ સર્વને નિષ્કામપણે યથાવ
૧. ભગવદ્ગીતા અ. ૨, લે. ૬૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org