________________
૩૩૪
શ્રીમદ્ રાજચંદ્ર આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા “ઈશ્વરેચ્છાદિ” ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સ્લેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કેઈ પ્રકારે યોગ્ય છે. નાનીને પ્રારબ્ધ” ઈશ્વરેચ્છાદિ’ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વરેચ્છાથી પણ બળવાન જાણીએ છીએ.
ઈશ્વરેચ્છા” એ શબ્દ પણ અર્થાતરે જાણવા મેગ્ય છે. ઈશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને એગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજ પરિણામી છે સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભેગવે છે. સહજપણે જે કંઈ થાય તે થાય છે. જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે; કર્તવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે; માટે તમને, તે જ્ઞાનીના સ્વરૂપને વિષે પ્રારબ્ધના ઉદયનું સહજ-પ્રાપ્તપણે તે વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, તે ઈચ્છાવાન કહેવાયેગ્ય છે. જ્ઞાની ઈચ્છારહિત કે ઈચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી, તે સહજ સ્વરૂપ છે.
૩૭૮ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૪૮ ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારને ત્યાગ કરી સામાન્યપણે ‘સમયસાર’નું વાંચન કરવું યોગ્ય છે; અર્થાત્ ઈશ્વરને આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેને વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે.
“નિશ્ચયને વિષે અકર્તા “વ્યવહારને વિષે કર્તા, ઈત્યાદિ જે વ્યાખ્યાન “સમયસારને વિષે છે, તે વિચારવાને ગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા ગ્ય છે.
સમજવા યોગ્ય છે જે છે તે સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથીતેના આશ્રયે જીવના દોષ ગબિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે.
છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી............ને નમસ્કાર છે.
૩૭૯ મુંબઈ, જેઠ વદ ૦)), શુક, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય,
જેની પ્રાપ્તિ પછી અનંત કાળને યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણે પ્રાપ્ત હોય છે એ જે કઈ હોય તે તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજે.
મેક્ષ તે આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણુનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે, અર્થાત્ મેક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે.
ઉપાધિગનું અધિકપણું વર્તે છે. બળવાન ફ્લેશ જે ઉપાધિ આપવાની હરિઇચ્છા હશે, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ.
સંસારથી કંટાળ્યા તે ઘણો કાળ થઈ ગયેલ છે. તથાપિ સંસારને પ્રસંગ હજી વિરામ પામતે નથી; એ એક પ્રકારને મેટો લેશ” વર્તે છે. - તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તે “નિર્બળ થઈ શ્રી હરિને હાથ સેંપીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org