________________
વર્ષ ૨૪ મું
૩૦૫
૨૯૨
વવાણિયા, આસો વદ ૧૨, ૧૯૪૭ કુટુંબાર્દિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેએ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ.
આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પેાતાની ઇચ્છાએ કરેલા દોષ તીવ્રપણે લાગવવા પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું.
૨૯૩
વવાણિયા, આસેા વદ ૧૩, શુક્ર, ૧૯૪૭
શ્રી સુભાગ્ય, સ્વમૂર્તિરૂપ શ્રી સુભાગ્ય,
વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે; જે ઇચ્છા સુખદાયક માનીએ છીએ, એમ નથી. ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા સુખદાયક માનવામાં અમારા વિચાર નથી રહેતા. શ્રી હરિ કરતાં એ માબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ.
૨૯૪
મુંબઈ, ૧૯૪૭ આર્તધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તે મન ઉઠાવી લેવું અથવા તે તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરક્ત થવાશે.
જીવને સ્વચ્છંદ એ મહા માટે દોષ છે. એ જેના મટી ગયા છે તેને માર્ગના ક્રમ પામવે બહુ સુલભ છે.
૨૯૫
મુંબઈ, ૧૯૪૭ ચિત્તની જો સ્થિરતા થઇ હોય તેા તેવા સમય પરત્વે સત્પુરુષાના ગુણાનું ચિંતન, તેમનાં વચનનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હાય તા મનના નિગ્રહ થઈ શકે ખરી; અને મન જીતવાની ખરેખરી કસેાટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ભૂખી માલૂમ પડે.
મુંબઈ, ૧૯૪૭
૨૯૬
૧. ઉડ્ડયને અબંધ પરિણામે ભાગવાય તે જ ઉત્તમ છે.
૨. એના અંતમાં રહેલ વસ્તુ, તે છેઘો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં.૧
—શ્રી આચારાંગ મુંબઈ, ૧૯૪૭
૨૯૭
આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યેાગ્ય છે. પણ વિચારમાર્ગને ચેાગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવા ન ઘટે એ વગેરે લખ્યું તે યથાયેાગ્ય છે. તેપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.
શ્રી નાગજીસ્વામીએ કેવળદર્શન સંબંધી જણાવેલ આશંકા લખી તે વાંચી છે. ખીન્ન ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યેાગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થના વિચાર કરવા ઘટે છે.
૧. જુઆ આંક ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org