________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨૮૯
વવાણિયા, આસેા વદ ૧૦, સામ, ૧૯૪૭ પરમાર્થવિષયે મનુષ્યોના પત્રવ્યવહાર વધારે ચાલે છે; અને અમને તે અનુકૂળ આવતા નથી. જેથી ઘણા ઉત્તર તે લખવામાં જ આવતા નથી; એવી રિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે.
૩૦૪
૨૯૦
એક દશાએ વર્તન છે, અને એ દશા હજી ઘણા વખત રહેશે. ત્યાં સુધી ઉડ્ડયાનુસાર પ્રવર્તન યાગ્ય જાણ્યું છે, માટે કોઇ પણ પ્રસંગે પત્રાદિની પહેાંચ મળતાં વિલંબ થાય અથવા ન માકલાય, અથવા કંઈ ન જણાવી શકાય તેા તે શેચ કરવા યાગ્ય નથી, એમ દૃઢ કરીને અત્રેના પત્રપ્રસંગ રાખજો.
૨૧
می
વવાણિયા, આસા વદ ૧૨, ગુરુ, ૧૯૪૭
પૂર્ણ કામ ચિત્તને નમાનમ:
આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઇ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતેષરૂપ એવાં તમારાં બન્નેનાં પત્રના ઉત્તર શાથી લખવા તે તમે કહો. ધર્મજના સવિગત પત્રની કઈ કઈ બાબત વિષે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી, એટલે જણાવી નથી.
ત્રિભુવનાદિકની ઇચ્છાને અનુસરી આણંદ સમાગમ જોગ થાય એમ કરવા ઇચ્છા છે; અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હેાય તે પૂછજો.
ધર્મજમાં જેમને નિવાસ છે એવા એ મુમુક્ષુએની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા ચેાગ્ય છે, અનુસરવા યાગ્ય છે.
મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું, આ પત્ર લખતાં-સૂઝતાં લખ્યું છે.
તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષયે રહેા છે તે લખશે.
તમારી ઇચ્છા અમારાં વચનાદિક માટે હાઈ પત્ર ઇચ્છતી હશે, પણ ઉપર જણાવ્યાં છે જે કારણેા તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે. એમ ગણજો.
એક કેઇ નહીં જણાવેલા પ્રસંગ વિષે વિગતથી પત્ર લખવાની ઇચ્છા હતી, તેના પણ નિરાધ કરવા પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્યવશાત્ આટલાં વર્ષો સુધી હૃદયમાં જ રાખ્યા છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતિએ આવ્યું, કહીએ તે કહીએ. લખવાનું અને તેમ નથી લાગતું.
Jain Education International
એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તા હરિઇચ્છાવશ છે.
કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org