SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રીમદ્ રાજચંદ્ર ૨૮૪ વવાણિયા, આ સુદ ૬, ગુરુ, ૧૯૪૭ ૧. પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. ૨. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. ૩. સમ્મતિતર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, કે જેટલા વચનમાર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે. ૪. અક્ષય ભગત કવિએ કહ્યું છે કે – કર્તા મટે તે છૂટે કર્મ, એ છે મહા ભજનને મર્મ જે તું જીવ તે કર્તા હરિ, જો તું શિવ તે વસ્તુ ખરી; તું છે જીવ ને તું છે નાથ, એમ કહી અને ઝટકયા હાથ.” ૨૮૫ વવાણિયા, આસો સુદ ૭, શુક્ર, ૧૯૪૭ અપૂર્વ પિતાથી પિતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ એળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણ પણ એ જ છે. આ પત્રમાં લખેલાં પ્રશ્નોને ટૂંકામાં નીચે ઉત્તર લખે છે – ૧-૨-૩, એ ત્રણે પ્રશ્નો સ્મૃતિમાં હશે. એમાં એમ જણાવ્યું છે કે, – ‘(૧) ઠાણાંગમાં આઠ વાદી કહ્યા છે, તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું? (૨) એ આઠ વાદથી કોઈ જુદો મારગ આદરવા જોગ હોય તે તે જાણવા સારુ આકાંક્ષા છે. (૩) અથવા આઠે વાદીના માર્ગને સરવાળો કરે એ જ મારગ છે કે શી રીતે ? અથવા તે આઠ વાદીના સરવાળામાં કાંઈ જૂનાધિકતા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે? અને છે તે શું?” આમ લખ્યું છે, તે વિષે જાણવાનું કે, એ આઠ વાદીનાં બીજાં તે સિવાયનાં દર્શનમાંસંપ્રદાયમાં–માર્ગ કંઈક (અન્વય) જોડાયેલું રહે છે, નહીં તે ઘણું કરીને જુદો જ (વ્યતિરિક્ત) રહે છે તે વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે; પણું સમ્યકજ્ઞાની વિનાના બીજા જીવને તે બંધન પણ થાય છે. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું; બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. સાધારણ જ્ઞાનને અર્થ આ ઠેકાણે એ કર કે બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. “તીર્થકર આવી ગર્ભમાં ઊપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થકર છે? અને જાણે તે શી રીતે? એના ઉત્તરમાં : સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ “અવધિજ્ઞાનથી' તીર્થંકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી “જન્મથી” તીર્થંકર અવધિજ્ઞાનસંયુક્ત હોય છે, તે પ્રકૃતિએ તેમાં નહીં દેખાવાથી તે સમ્યકજ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન. મમક્ષતાની સન્મુખ થવા ઈચ્છતા તમે બન્નેને યથાયોગ્ય પ્રણામ કરું છું. ઘણું કરીને પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમ જ વર્તવામાં કાળ વ્યતીત થાય છે. અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. શાંતમૂર્તિ સૌભાગ્ય હાલ મોરબી છે. ૧. તૃતીય કાંડ, ગાથા ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy