________________
વર્ષ ર૪ મું
૨૯૫ ૨૬૩ રાળજ, ભાદરવા સુદ ૮, શુક્ર, ૧૯૪૭ વિયેગથી થયેલા તાપ વિષેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિષે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી વ્યક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તે પછી તેને પ્રાપ્ત
કરવું છે ? જે અટક્યું તે ગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખે છે તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બેધસ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ? - મન, વચન, કાયાથી તમારે કોઈ પણ દેષ થયે હોય, તે દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે. આવતી કાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણું જવું ધાર્યું છે.
૨૬૪
રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ (દોહરો) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથ આશ્રય અનુગ. “હું પામર શું કરી શકું?’ એ નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહને તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ તેય નહીં વ્યાકુળતા, ઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકુળ છે, તે બંધન નથ ત્યાગ દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સંકુર નથી, વચન નયન યમ નાહીં નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org