________________
છે
વર્ષ ર૪ મું
૨૮૯ આ લેકની- અલ્પ પણ સુખેચ્છા, પરમ દેવતાની ઓછાઈ અને પદાર્થને અનિર્ણય.
એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણેને અધિકતાથી કહીએ છીએ.
“આ લેકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણે નિઃશંકપણે તે “સત” છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષુતામાં પણ કેટલેક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લેકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જેગ્યતા રેકાઈ જાય છે.
રસપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દેન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણુ વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ “પરમ દૈન્યત્વ” જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જેગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કંઈ જગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયું હોય તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સત’ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતે નથી, અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જેયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કેઈ કઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમદેન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી.* અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષનાં ને મહાત્માને ઓળખી લે છે.
મહાત્મામાં જેને દ્રઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે.
માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
તમે વારંવાર વિચારજે. યેગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતને વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારો સમાગમ થાય તેમ તે નથીપણ વખતે શ્રાવણ વદમાં કરીએ તે થાય પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી.
૧. પાઠાન્તર : પરમ વિનયની ઓછાઈ
૨. પાઠાન્તર : તથારૂપે ઓળખાણ થયે સદગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે પરમ વિનય' કહ્યો છે. તેથી પરમ ધ્યતાની પ્રાપ્તિ હેાય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જગ્યતા આવતી નથી.
૩. પાઠાન્તર : પરમ વિનયની ૪. પાઠાન્તર અને પરમ વિનયમાં વર્તવું યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org