________________
૨૮૮
શ્રીમદ્ રાજચંદ્ર
૨૫૧ મુંબઈ, જેઠ વદ ૬, શનિ, ૧૯૪૭ હરિ ઈચ્છાથી જીવવું છે, અને પરેચ્છાથી ચાલવું છે. અધિક શું કહેવું?
લિ. આજ્ઞાંક્તિ
મુંબઈ, જેઠ સુદ, ૧૯૪૭ છેટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાને હાલ તે પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાભ્ય વર્ણવ્યું હોય તેવાં પુસ્તકો સમજશે.
સભંગાદિકની જેમાં મહાભ્યતા વર્ણવી છે તેવાં પુસ્તકો અથવા પદો, કાવ્ય હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યંગ્ય સમજશે.
- જૈનસૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તે તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે ગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી; તથાપિ બીજાં પુસ્તકની ગેરહાજરી હોય, તે “ઉત્તરાધ્યયન” અથવા “સૂયગડાંગરનું બીજું અધ્યયન વાંચશે, વિચારશે.
૨૫૩ મુંબઈ, અષાડ સુદ ૧, સેમ, ૧૯૪૭ ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દેષ હાય.
અકાળ અને અશુચિને વિસ્તાર મોટો છે, તે પણ ટૂંકામાં લખ્યું છે.
(એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે.
વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણું એ શુચિ છે.
વિ. રાયચંદ - ૨૫૪ મુંબઈ, અષાડ સુદ ૮, ભેમ, ૧૯૪૭ નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે;
અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દેષના પ્રકાર પણ અનંત ભાસે છે, પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા” ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ “મુમુક્ષુતા' નથી.
મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુઝાઈ એક મેક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
‘તીવ્ર મુમુક્ષતા વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દેષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વછંદને નાશ હોય છે.
સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામ્યું છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.
સ્વછંદ જ્યાં પ્રાયે દબાવે છે, ત્યાં પછી “માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org