SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૪ મું ૨૬૯ અસંગતા જ વર્તે છે. અમારે ઉપાધિગ તે તમે પ્રત્યક્ષ દેખે તે છે. આ બે છેલ્લી વાત તે તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કંઈ હવે કેઈને કહેશે નહીં. ઉદયકાળ તમે જાણો છે. ૨૧૩ મુંબઈ, ફાગણ સુદ ૪, શનિ, ૧૯૪૭ પુરાણપુરુષને નમો નમ: આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણુતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે સપુરુષની વાણી વિના કઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. - સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સન્દુરુષને જ અનુગ્રહ છે, કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી, ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામત સુધીની સર્વ સમાધિ. સપુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પિતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ત્રિલેકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણથી રહેવું એ ત્રિલેકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં પુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા! અમે તે એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મેક્ષ ન હોય; તે આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મેક્ષ આપવા કરતાં પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એ યોગ આપ. હે પુરુષ પુરાણુ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તે સપુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સહુરૂષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ? હે નાથ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સપુરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે, તે પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે; અને કયાં તને ન્યૂનપણું પણ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy