________________
૨૫૨
શ્રીમદ્ રાજચંદ્ર આપવાની સમર્થતાવાળે પુરુષ બીજે તમારે શોધ નહીં પડે. એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી.
આ આત્માને આવું લખવાનું ચગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. અંબાલાલનું હાલ પત્ર નથી. લખવા કહે.
વિ. રાયચંદના ય૦ ૧૭૪ મુંબઈ, કાર્તિક વદ ૫, સેમ, ૧૯૪૭
સંતને શરણ જા. સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ,
- તમારું એક પત્ર મળ્યું. તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. પ્રસંગે તેમને ... ઉત્તર આપવાનું બનશે. તેવી ઈચ્છા કરીશ.
સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સપુરુષની શ્રદ્ધા વિના છૂટકે નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઈત્યાદિકથી તેમને કથન કથતા રહેશે. સત્સંગની વૃદ્ધિ કરશે.
વિ૦ રાયચંદના ય૦
૧૫ મુંબઈ, કારતક વદ ૮, ગુરુ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ અંબાલાલ,
અત્ર આનંદવૃત્તિ છે. તમે બધાં સત્સંગની વૃદ્ધિ કરશે. છોટાલાલનું આજે પત્ર મળ્યું. તમારા બધાને જિજ્ઞાસુ ભાવ વધે એ નિરંતરની ઈચ્છા છે. પરમ સમાધિ છે.
વિ. રાયચંદના ય૦
१७६ મુંબઈ, કાર્તિક વદ ૮, શુક્ર, ૧૯૪૭ જીવન્મુક્ત સૌભાગ્યમૂર્તિ સૌભાગ્યભાઈ,
મેરબી. મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે. ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળ દુર્લભ છે.
જીવને સંસારપરિભ્રમણનાં જે જે કારણે છે, તેમાં મુખ્ય પિતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનનો ઉપદેશ કરે, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હદયમાં તે માટે ચળવિચળપણું છતાં પિતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મેટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશે, તે લાગી શકશે.
પિતે શંકામાં ગળકા ખાતે હોય, એ જીવ નિઃશંક માર્ગ બેધવાને દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે છે પણ તે હેતુ નથી જ. જેમ છે તેમ કરુણુદ્ધ ચિત્તે લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે.
જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતું નથી આ વાય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પિતાનું
Jain, Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org