________________
વર્ષ ૨૪ મું
૨૫ તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવા, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. - આ જ્ઞાનીઓએ હદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા ગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા ગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતને હૃદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણે કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મેડે અથવા વહેલે, એ જ સૂર્યો, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમ્મત છે.
પ્રસંગે પાર પત્ર લખવાને લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશે. અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશે. - અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલેકન કરશે. અને તેના તેમ જ ત્રિભવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તે પત્રની પ્રતિ કરવા આપશે. મિતિ એ જ - એ જ વિજ્ઞાપન.
સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર
રાયચંદની વંદના.
૧૭૩ મુંબઈ, કારતક વદ ૩, શનિ, ૧૯૪૭ જિજ્ઞાસુ ભાઈ,
તમારું પ્રથમ એક પત્ર મળ્યું હતું, જેને ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યું હતું. તે તમને મળ્યો હશે. નહીં તે તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવકન કરશો.
સમય મેળવીને કોઈ કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય, તેવું પ્રશ્ન કરવાનું બને તે કરતા રહેશે.
તમે જે જે જિજ્ઞાસુઓ છે, તે તે પ્રતિદિન અમુક વખતે, અમુક ઘડી સુધી ધર્મકથાર્થે મળવાનું રાખતા હો તે પરિણામે તે લાભનું કારણ થશે.
ઈચ્છા થશે તે કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તે સારું. એ વિષે કંઈ પૂછશે તે અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ.
અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમને કેટલેક ભાગ ઉલ્લાસી સમયમાં અવકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસમ્મતિ નથી. માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવકન કરશે.
દ્રઢ વિશ્વાસથી માનજો કે આ –ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોય તે તમને અને બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતને આપનાર થાત. પ્રવૃત્તિ છે તે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તે બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવાં મનુષ્યને સંભવ પણ ઓછો છે. ઈત્યાદિક કારણથી એમ જ થયું હશે. તે તે માટે કંઈ ખેદ નથી.
તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મને (એક અંબાલાલ સિવાય) કોઈ અંશ જણવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કઈ રીતે જીવને છૂટકો કે કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી ગ્યતા હશે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org