________________
૨૪૨
શ્રીમદ્ રાજચંદ્ર કિવા બ્રાનિત અને મૂઢતા રહ્યા કરે છે. કંઈ દ્રષ્ટિ પહોંચતી નથી. ભ્રાન્તિ પડી ગઈ છે કે હવે, મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી. ખરા ભાવથી મને ઈચ્છતા નથી. અથવા કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહે પ્રિય ગણે છે. વધારે પરિચય ન કરવો જોઈએ, તે મેં કર્યો, તેને પણ ખેદ થાય છે
બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જે એમ છે તો પણ ચિંતા નથી. આત્માની આસ્થા છે કે તે પણ નથી?
તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને કર્તાક્તાપણું છે. જ્ઞાને કર્તાક્તાપણું પરગનું નથી.
જ્ઞાનાદિ તેને ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવત્ વર્તે છે. તેને માટે ખેદ છે.
આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છે? વિકલ્પમાં પડે છે?
તે આત્માના વ્યાપકપણા માટે, મુક્તિસ્થાન માટે, જિનકથિત કેવળજ્ઞાન તથા વેદાંતકથિત કેવળજ્ઞાન માટે, તથા શુભાશુભ ગતિ ભેગવવાનાં લેકનાં સ્થાન તથા તેવાં સ્થાનને સ્વભાવે શાશ્વત હોવાપણુ માટે, તથા તેના માપને માટે વારંવાર શંકા ને શંકા જ થયા કરે છે, અને તેથી આત્મા ઠરતું નથી.
જિક્ત તે માને !
ઠામડામ શંકા પડે છે. ત્રણ ગાઉના માણસ – ચક્રવર્તી આદિનાં સ્વરૂપ વગેરે બેટાં લાગે છે. પૃથ્યાદિનાં સ્વરૂપ અસંભવિત લાગે છે.
તેને વિચાર છેડી દે. છોડ્યો છૂટતે નથી. શા માટે ?
જે તેનું સ્વરૂપ તેના કહ્યા પ્રમાણે ન હોય તે તેમને કેવળજ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું, એમ સિદ્ધ થાય છે. તે તેમ માનવું? તે પછી લેકનું સ્વરૂપ કેણુ યથાર્થ જાણે છે એમ માનવું? કઈ જાણતા નથી એમ માનવું ? અને એમ જાણતાં તે બધાએ અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. તે પછી બંધમોક્ષાદિ ભાવની પ્રતીતિ શી?
યેગે કરી તેવું દર્શન થતું હોય, ત્યારે શા માટે ફેર પડે?
સમાધિમાં નાની વસ્તુ મેટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે, એમ કહેવામાં હાનિ શી હતી?
તે કહેવામાં આવ્યું હોય, પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતાં હાનિ શી?. હાનિ કંઈ નહીં. પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. બીજા પણ ઘણા ભાવમાં ઠામ ઠામ વિરોધ દેખાય છે. તમે પિતે ભૂલતા હો તે?
તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજ શરમ, માન, પૂજાદિના કામી નથી, છતાં સાચું કેમ ન સમજાય ? સદ્ગુરુની દૃષ્ટિએ સમજાય. પિતાથી યથાર્થ ન સમજાય.
ગ તે બાઝતું નથી. અને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે. તે કેમ કરવું? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું? કંઈ સમજાવ્યું જતું
સદગુરના વા આ બધા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org