________________
૨૩૬
શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ શ્રેણિમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં, અને ટૂંક કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણિને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યેગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.
(૧૪) મુંબઈ, અષાડ વદ ૪, રવિ, ૧૯૪૬ વિશ્વાસથી વતી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે.'
(૧૫) મુંબઈ, અષાડ વદ ૧૧, શનિ, ૧૯૪૬ આણુ છતું, વાચા વગરનું આ જગત તે જુઓ.
(૧૬) મુંબઈ, અષાડ વદ ૧૨, રવિ, ૧૯૪૬ - દૃષ્ટિ એવી સ્વરછ કરે કે જેમાં સૂમમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે.
(૧૭) બીજજ્ઞાન, | શોધે તે કેવલ જ્ઞાન. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી.
જ્ઞાની રત્નાકરે
વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ ભગવાન મહાવીરદેવ.
+
૨
૪
આ બધી નિયતિઓ કોણે કહી? અમે જ્ઞાન વડે ઈ પછી એગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી.
ભગવાન મહાવીરદેવ. ૧૦, ૯, ૮, ૭, ૬, ૪, ૩, ૨, ૧.
(૧૮) વવાણિયા, આ આ બંધાયેલા પામે છે મિક્ષ એમ કાં ન કહી દેવું? એવી કોને ઈચ્છા રહી છે કે તેમ થવા દે છે? જિનનાં વચનની રચના અદ્ભુત છે, એમાં તે ના નહીં. પણુ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં છુપાવ્યું હશે ?
સુદ ૧૧, શુક, ૧૯૪૬
પાઠાન્તર – ૧. કરાવે છે. ૨. અણુછતું. ૩. યાચા વગરનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org