SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૩ મું ૨૨૫ કારણથી તિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓને ઉપગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તે અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મેહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે, તે તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તે કંઈ પ્રસંગે કરીશ. ઈચ્છા તે નથી થતી. આપને સમાગમ અધિક કરીને ઇચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઈચ્છું છું. વિ. રાયચંદના પ્રણામ. ૧૩૪ વવાણિયા, દ્વિ. ભાદ્ર. સુદ ૮, રવિ, ૧૯૪૬ બન્ને ભાઈઓ, દેહધારીને વિટંબના એ તે એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? ધર્મભક્તિયુક્ત એવા જે તમે તેની પાસે એવી પ્રયાચના કરવાને ગ માત્ર પૂર્વક આપે છે. આભેચ્છા એથી કંપિત છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીને જન્મ થવ નહતો. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શેક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તે પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દિશાને હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર છેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયને દેહ જ ગમત નથી તે? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશે. વિ. રાયચંદના યથાયોગ્ય ૧૩૫ વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ ધર્મેછક ભાઈઓ, મુમુક્ષતાનાં અંશેએ પ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એ યથાગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશે. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશે. સમ્યફદશાનાં પાંચ લક્ષણો છે : શમ. સંવેગ. અનુકંપા. નિર્વેદ. આસ્થા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy