________________
વર્ષ ર૩ મું
રર૩ વિટંબનદશામાં જ જીવન વ્યતીત કર્યો જાય છે. જો કે તે વિટંબનદશા પણ કલ્યાણકારક જ છે; તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે.
અંતઃકરણથી ઊગેલી અનેક ઊર્મિઓ તમને ઘણી વાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઊર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો.
૧. આત્મા છે. ૨. તે બંધાય છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મને ભક્તા છે. ૫. મોક્ષને ઉપાય છે. ૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચને તેનું નિરંતર સંશોધન કરજો.
બીજાની વિટંબનાને અનુગ્રહ નહીં કરતાં પિતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતે નથી; એમ પ્રાયે થાય છે. માટે ઇચ્છું છું કે તમે સ્વાત્માના અનુગ્રહમાં વૃષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશે, અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશે.
ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિજા છે, ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયે છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેને ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર છે, ધર્મ જ જેને વિહાર છે,
- જેને નિહાર [! ] છે, ધર્મ જ જેને વિક૯પ છે, ધર્મ જ જેને સંક૯પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા ? ઈચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરજો; અને દેહભાવને ઘટાડજો.
વિ૦ રાયચંદના યથેચિત.
૧૩૧ જેતપર (મોરબી), પ્ર. ભા. વદ ૫, બુધ, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ,
ભગવતીસૂત્રના પાઠ સંબંધમાં બન્નેના અર્થ મને તે ઠીક જ લાગે છે. બાળજની અપેક્ષાએ ટબાના લેખકે ભલે અર્થ હિતકારક છે; મુમુક્ષુને માટે તમે ક૯પેલે અર્થ હિતકારક છે; સંતને માટે બન્ને હિતકારક છે. જ્ઞાનમાં મનુષ્ય પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને પ્રત્યાખાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જે ન થઈ હોય તે જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી સંસારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યા પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાને હેત તીર્થંકર દેવને પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ નેત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તે પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ છે.
વિ. રાયચંદના યથોચિત.
૧. શ્રી ભગવતીસૂત્ર, શતક ૭, ઉદ્દેશક બીજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org