________________
સર
ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. યથાયેાગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ કંઈ કરીએ તે તેવું સ્થાન કયાં છે
જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પાષણુ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ?
શ્રીમદ્ રાજચંદ્ર
જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી દૃઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કઈ રીતે તેમાંનું જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતા કયાં છે, કે
ગમે તેમ હા, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષદ્ધ સહન કરા, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિએ સહન કરી, ગમે તેટલી ઉપાધિ આવી પડે, ગમે તેટલી આધિ આવી પડો, ગમે તેા જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.”
આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયેાગ્ય લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઇ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઇ નથી જોઈતું; તે ન હોય તેા આય્યચરણ (આર્ય પુરુષાએ કરેલાં આચરણ ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તેા જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તેા પછી માગવાની ઇચ્છા પણ નથી.
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતા નથી. લેાકસંજ્ઞાથી લેાકાત્રે જવાતું નથી. લેાકત્યાગ વિના વૈરાગ્ય યથાયેાગ્ય પામવા દુર્લભ છે.
“એ કંઇ ખોટું છે ?” શું ?
પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તે ? લઈ શકાય.
એ પણ આશ્ચર્યકારક છે.
અત્યારે એ જ. ફ્રી ચેાગવાઇએ મલીશું. એ જ વિજ્ઞાપન.
વિ॰ રાયચંદ્રના યથાયેાગ્ય.
૧૨૯ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૭, શુક્ર, ૧૯૪૬ મુંબઈ ઇત્યાદિક સ્થળે વેઠેલી ઉપાધિ, અહીં આવ્યા પછી એકાંતાદિકના અભાવ ( નહીં હોવાપણું), અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ.
૧૩૦
વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૧૧, ભામ, ૧૯૪૬
ધર્મેચ્છક ભાઈ ખીમજી,
કેટલાંક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે; તથાપિ તે માટે જેવા જોઇએ તેવા પરિશ્રમ થતા નથી, એ એક આશ્ચર્ય અને પ્રમત્તતા છે. એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયાગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઇચ્છતા નથી, અથવા થશે નહીં. કોઇ વેળા અવસર હશે તે તે ઇચ્છાની છાયા જણાવી દેવાનું પ્રયત્ન કરીશ. એ ઇચ્છાનાં કારણને લીધે જીવ ઘણું કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org