SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૩ મું ૨૧૫ જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન – વ્યવહાર સંબંધી સંતાષિત હોય તા ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવા. તેની એથી બીજા ગમે તે કારણથી સંતાષિત વૃત્તિ ન રહેતી હોય તે તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવા, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ક્રમથી તે સંતેાષિત રહે તે ઔદાસીન્યવૃત્તિ વડે નિરાગ્રહભાવે તેનું સારું થાય તેમ કરવાનું સાવધાનપણું તારે રાખવું. ૧૧૨ મુંબઈ, ચૈત્ર, ૧૯૪૬ મહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તે વસ્તુગતે એ વિવેક ખરા છે. ઘણું જ સૂક્ષ્મ અવલેાકન રાખેા. ૧. સત્યને તે સત્ય જ રહેવા દેવું. ૨. કરી શકો તેટલું કહો. અશકયતા ન છુપાવેા. ૩. એકિનિષ્ઠત રહેા. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે. આ દુઃખ કયાં કહેવું? અને શાથી ટાળવું ? પાતે પાતાના ઘેરી, તે આ કેવી ખરી વાત છે! ૧૧૩ મુંબઈ, વૈશાખ વદ ૧૨, ૧૯૪૬ સુજ્ઞ ભાઈશ્રી, આજે આપનું એક પત્ર મળ્યું. અત્ર સમય અનુકૂળ છે. તે ભણીની સમયકુશળતા ઇચ્છું છું. આપને જે પત્ર પાઠવવું મારી ઇચ્છામાં હતું, તે પત્ર અધિક વિસ્તારથી લખવાની અવશ્ય હોવાથી, તેમ જ તેમ કરવાથી તેનું ઉપયેગાપણું પણ અધિક ઠરતું હોવાથી, તેમ કરવા ઇચ્છા હતી, અને હજી પણ છે. તથાપિ કાર્યાપાધિનું એવું સબળ રૂપ છે કે એટલા શાંત અવકાશ મળી શકતા નથી, મળી શકયો નહીં, અને હજુ થાડો વખત મળવા પણ સંભવિત નથી. આપને આ સમયમાં એ પત્ર મળ્યું હોત તેા વધારે ઉપયાગી થાત; તાપણુ હવે પછી પણ એનું ઉપયાગીપણું તે અધિક જ આપ પણ માની શકશેા; આપની જિજ્ઞાસાના કંઈક શમાથે ટૂંકું તે પત્રનું વ્યાખ્યાન આપ્યું છે. આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયે છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણા પિરચય પડ્યો નથી; તેપણ તેનું અનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેના અને મારા સંબંધ અસંતષપાત્ર થયા નથી; એમ જણાવવાના હેતુ એવા છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયાગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતેષપાત્ર નથી, તેમ ઉચિત સંતાષપાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીનવૃત્તિની સહાયતા છે. તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy