________________
૨૧૪
શ્રીમદ્ રાજચંદ્ર
આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે? જે વસ્તુસ્વરૂપ છે તે કંઈ પણ લક્ષણદિથી તે જાણી શકવા ગ્ય છે કે કેમ?
જે તે લક્ષણદિથી કોઈ પણ પ્રકારે જાણી શકવા ગ્ય નથી એમ માનીએ તે જગતમાં ઉપદેશમાર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે છે? અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે તેને હેતુ શે ?
અમુકનાં વચનથી અમુકને બંધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે, એમ માનીએ તે પ્રત્યક્ષ વસ્તુને બાધ થાય. કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે. કેવળ વંધ્યાપુત્રવત્ નથી. કઈ પણ આત્મવેત્તાથી કઈ પણ પ્રકારે આત્મસ્વરૂપને વચન દ્વારા ઉપદેશ–
[ અપૂર્ણ ]
૧૧.
આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ? અર્થાત્ આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એ છે કે કેમ?
આત્મા સર્વવ્યાપક છે કે કેમ ? હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ ?
આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ? અર્થાત્ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ? જઈ શકવા ગ્ય છે કે કેમ?
આત્માનું લક્ષણ શું ? કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવે છે કે કેમ? સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયાં છે ?
૧૧૧
મુંબઈ, ફાગણ, ૧૯૪૬ પરમ સત્ય છે. પરમ સત્ય છે. | ત્રિકાળ એમ જ છે. પરમ સત્ય છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એ પ્રશ્ન તારા અંતરમાં ન ઊગે. બીજા તારું માને છે એ ઘણું યેગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તે. જીવન–અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તે એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગ્રહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગ્રહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં સમાન જ માન. ત્યાં સુધી તારે કાળ ઘણું જ ઉચિત જાઓ. અમુક વ્યવહાર-પ્રસંગને કાળ. તે સિવાયને તત્સંબંધી કાર્યકાળ. પૂર્વિત કર્મોદયકાળ. નિદ્રાકાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org