SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫ જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માને લેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ૨ મુંબઈ, ફાગણ, ૧૯૪૬ હે જીવ, તું ભ્રમ મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યા આવ્યો તે તું જીવન ત્યાગ કરતે રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. બ્રમા મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તે સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તે સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એ વિક૯૫ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દ્રઢતા માની ન બેસ. આ ન હોત તે હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધે પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થને જય ન થયે એવી નિરાશા મરીશ નહીં. બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતે ભુલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલે જ કે અન્યને પિતાનું માનવું, પિતે પિતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ, એમ ન કર.— એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. જગતમાં કઈ એવું પુસ્તક વા લેખ વા કેઈ એ સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતે કે આ સુખને માર્ગ છે. વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું, એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy