SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૩ મું ૨૦૧ ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું. ૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા છે. તેમ છતાં પૂર્વ કર્મ નડે તે શેક કરવું નહીં. ૪, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ૫. ન ચાલે તે પ્રતિતી થા. ૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭. પારિણમિક વિચારવાળે થા. ૮. અનુત્તરવાસી થઈને વર્ત. ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. ૮૫ મુંબઈ, વિ. સં. ૧૯૪૬ સમજીને અ૫ભાષી થનારને પશ્ચાત્તાપ કરવાને થડે જ અવસર સંભવે છે. હે નાથ સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ જગતની મેહિની સમ્મત થતી નથી. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જે શાચ કરે છે તે હવે એ પણ ધ્યાન રાખે કે નવાં બાંધતાં પરિણામે તેવાં તે બંધાતાં નથી? આત્માને ઓળખવો હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પિતાની પુદ્ગલિક મેટાઈ ઈરછે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે ગુણચિંતન કરે. સં. ૧૯૪૬ નિસ્પૃહી મહાત્માઓને અભેદભાવે નમસ્કાર અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય?” આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી સૂર્યા વિના માર્ગને અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકપ દૂર કરી આ એક ઉપર લખેલું સત્પરષોનું વચનામત વારંવાર વિચારી લેશે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. મૈત્રી-સર્વ જીવ પ્રત્યે હિતચિંતવના. પ્રદ– ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ. કરણ- કેઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા–નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. ૮૭ મુંબઈ, કાર્તિક સુદ ૭, ગુરુ, ૧૯૪૬ અષ્ટક અને ગબિંદુ’ એ નામનાં બે પુસ્તકે આ સાથે આપની દ્રષ્ટિતળે નીકળી જવા હું એકલું . ગબિંદુ’નું બીજું પાનું શેધતાં મળી શક્યું નથી, તે પણ બાકીને ભાગ સમજી શકાય - ૧. જુઓ આંક ૧૯૫. ૨. જુઓ આંક ૧૫૩ માં પણ આ વાક્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy