________________
વર્ષ ૨૩ મું
૮૪
વિ. સં. ૧૯૪૬ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે – ૧. દેહમાં વિચાર કરનાર બેઠે છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી? એ સંભારી લે. ૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ
તે મારા ૦ કઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલે જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું.
૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.
૪. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ ગુરુના ચરણમાં જઈને પડવું એગ્ય છે.
૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણે પ્રથમ કરી લે. જે તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તે અત્યાગી, દેશ ત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં.
૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણુ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું.
૭. તે આયુષ્યને માનસિક આભે પગ તે નિર્વેદમાં રાખ..
૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તે, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org