________________
૧૮૨
શ્રીમદ્ રાજચંદ્ર નિઃસ્વાર્થ પ્રેમને માટે વિશેષ શું લખે? હું તમને ધનાદિકથી તે સહાયભૂત થઈ શકે તેમ નથી, (તેમ તેવું પરમાત્માનું ગબળ પણ ન કરે!) પણ આત્માથી સહાયભૂત થાઉં અને કલ્યાણની વાટે તમને લાવી શકું, તે સર્વ જય મંગળ જ છે. આટલું તેઓને વંચાવશે. તેમાંનું તમને પણ કેટલુંક મનન કરવારૂપ છે.
દયાળભાઈની પાસે જતા રહેશે. નોકરીમાંથી જ્યારે જ્યારે વચ્ચે વખત મળે ત્યારે ત્યારે તેમના સત્સંગમાં રહેશે એમ મારી ભલામણ છે. અત્યારે એ જ.
વિ. રાયચંદના પ્રણામ, સત્યરુષને નમસ્કાર સમેત.
ચિ૦,
જે તમારી
પ૩ વવાણિયા, ફાગણ સુદ ૬, ગુરુ, ૧૯૪૫ 'જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક પ્રકારે નિયમમાં આણે અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. એ મારી ઈચ્છા છે. શાચ ન કરે, યોગ્ય થઈ રહેશે. સત્સંગ શોધો. સત્પષની ભક્તિ કરે.
| વિ. રાયચંદના પ્રણામ.
- ૫૪ વવાણિયા, ફાલ્ગન સુદ ૯, રવિ, ૧૯૪૫
નિગ્રન્થ મહાત્માઓને નમસ્કાર મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષે મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્વર એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે. ભવિષ્ય પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યુગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યંગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટકયા હતા.
કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવે છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યગે જે માર્ગ સંશોધન કરવાને છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બેધ દેનારાને, મેક્ષને માટે જેટલા ભવને વિલબ હશે, તેટલા સમયને (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.
વિશેષ કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મતૃપ્રાપ્ય પુરુષ–નિગ્રંથ આત્મા– જ્યારે મેગ્યતા ગણી તે આત્મત્વ અપેશે-ઉદય આપશે—ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org